You are currently viewing અંબાલાલ પટેલ ની ભુક્કા કાઢીનાંખે તેવી આગાહી સક્રિય થઇ એક નવી સિસ્ટમ ગુજરાતને કરી દેશે તહેશ મહેશ જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલ ની ભુક્કા કાઢીનાંખે તેવી આગાહી સક્રિય થઇ એક નવી સિસ્ટમ ગુજરાતને કરી દેશે તહેશ મહેશ જુઓ અહીં ક્લિક કરીને

Gujarat Weather Forecast:- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું કંઈક અલગ પ્રકારનું રહેવાની આગાહી ચોમાસાની શરુઆત પહેલા જ કરી દીધી હતી. જે પ્રકારે દર વર્ષે ચોમાસું રહેતું હોય છે તેના કરતા એકદમ અલગ પ્રકારનું ચોમાસું રહેવાની સંભાવનાઓ અત્યાર સુધીમાં જોવા મળી છે. ચોમાસું મોડું આવ્યું અને સમગ્ર ગુજરાતમાં 27મી જુને ગુજરાતમાં ચોમાસું બેઠું હતું.




આમ છતાં રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં થવો જોઈએ તેના કરતા વધારે વરસાદ ખાબકી ગયો છે. વાવાઝોડામાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને એ જ ગાળામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. હવે હાલ મેઘરાજાએ ત્રીજા તબક્કામાં ધડબડાટી બોલાવ્યા બાદ ધીરજ ધરી છે, પરંતુ ફરી એકવાર બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બહુ જલદી ધડબડાટી બોલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.




અંબાલાલ પટેલ જણાવે છે કે જે હવાના હળવા દબાણ રાજસ્થાન અને પાકિસ્તાન તરફ રહેવા જોઈએ તેના બદલે એવા હવાના દબાણ ગુજરાત અને બંગાળના ઉપસાગર પર પણ રહશે અને આમ થવાથી તરત જ વરસાદ આવી જાય છે, આ સાથે કન્વર્ઝન પણ થતું રહે છે. આ પ્રકારના ચોમાસાને તેઓ નવીન જાતનું અને અજબગજબવાળું ગણાવી રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલું વહન ગુજરાત સહિત દેશના ભિન્નભિન્ન ભાગોને વરસાદ આપશે. આ સાથે અરબ સાગરનો ભેજ પણ મળશે અને 30મી જુલાઈ સુધીમાં દેશ સહિત ગુજરાતના ઘણાં ભાગોને રેલમછેલમ કરી શકે તેવો વરસાદ થવાની શક્યતાઓ છે




તેમણે 27મી તારીખે પણ વરસાદનું વધુ એક વહન આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે. ઓગસ્ટ મહિનાની 2થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો કરશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ સાથે કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં જે વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના કારણે દરિયામાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. ચક્રવાત ચોમાસામાં ઓછા સર્જાતા હોય છે. ગુજરાતમાં ચોમાસું લાંબું ચાલી શકે છે, તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલની આગાહી પરથી જણાઈ રહ્યું છે. તેમણે ઓગસ્ટ પછી પણ કેટલાક પલટા આવવાની અને શક્યતાઓ વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત તરીકે હવે જાણીતા છે અને તેમના દ્વારા આગાહી કરવામાં આવે તેના પર ખેડૂતો દ્વારા પણ નજર રાખવામાં આવે છે. આ સિવાય ખેડૂતો વારંવાર તેમને વાવણી સહિતની બાબતો અને હવામાન અંગે જાણકારી મેળવવા માટે પ્રયાસ કરતા રહેતા હોય છે. તેમને ખેડૂતોના ફોન આવતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply