Ambalal Patel weather forecast:- રાજ્યમાં સામાન્ય રીતે એપ્રિલ અને મે માસમાં ચામડી દજાળી દે તેવી પડેશે ગરમી પરંતુ આ વર્ષે એપ્રિલ માસમાં માવઠાના લીધે ખુબજ ઓછી પડી છે. અને તાપમાન સામાન્ય કરતાં ખુબજ નીચું નોંધાયું છે. જોકે હાલમાં અંગ દજાળી દે તેવી ગરમી પડી રહી છે.અને હજુ પણ આવનારા 5 દિવસો સુધી ગરમીનું જોર યથાવત રહે તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ આ કાળઝાળ ગરમીની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલની આવી ગઈ આગાહી.જોકે, અંબાલાલ પટેલેતો પહેલાજ કહ્યું હતું કે, આખો મે મહિનો એ, ગરમી, આંધી, વંટોળ અને માવઠાથી ભર્યો રહેશે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે તારીખ 11 મે એટલે કે આજથી લઈને તારીખ 18 મે સુધી રાજ્યમાં ફરી એકવાર આંધી, અને વંટોળની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તારીખ 22, 23, અને 24 મેના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું ભુક્કા કાઢે તેવી શક્યતાઓ રહેલી છે. આ માવઠા સાથે આંધી વંટોળનો પણ ખતરો રહશે જેના લીધે બાગાયતી પાકને પણ ખુબજ ભારે નુકસાન થઇ શકે છે. બીજી બાજુ તેઓએ કહ્યું કે 28 મે પછી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સક્રીય થઇ શકે છે. મે માસમાં ના અંત સુધી વાતાવરણ માં ખુબજ મોટા ફેરફારો જોવા મળી શકે છે. અને ગરમી પણ પડી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Pingback: અંબાલાલ પટેલે તારીખ વાર સાથે કરી 2023 ના ચોમાસાની આગાહી જાણો અહીં ક્લિક કરીને