Meteorologist Ambalal Patel’s forecast:- ગુજરાતમાં ચોમાસાની ઋતુ હોવા છતાં, હવામાન ઉનાળા જેવું છે. વરસાદ હજુ દૂર છે, તેના પર ગરમી અને ઠંડીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આખો ઓગસ્ટ મહિનો વીતી ગયા બાદ હવે લોકો સપ્ટેમ્બરમાં વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે. લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગનો અંદાજ છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે તારીખ 14 સપ્ટેમ્બરથી, તે મજબૂત સિસ્ટમ બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધશે અને મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાંથી પસાર થતાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત રહેશે અને મધ્યપ્રદેશમાં 15-16 સુધી અને ઉત્તર ગુજરાતમાં 18-19-20 સુધી વરસાદ લાવશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ હિસાબે 17 થી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 4 ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેવાની સંભાવના છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.