Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ ની સૌથી ઘાતક આગાહી કરવામાં આવી ગઈ. તેઓએ આગાહી કરતા કહ્યું કે, અંદમાન અને નિકોબર દ્વીપ સમૂહ પરથી ચોમાસું કાલથી આગળ વધી શકે, આ ઉપરાંત અંદામાનમાં હાલ સ્થિર થયેલું ચોમાસું એ 1 જૂન ના રોજ કેરળમાં પ્રવેશ કરી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, તારીખ 15 જૂન પહેલા રાજ્યમાં દરિયામાં તોફાન સર્જાઈ તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય તારીખ 8 થી લઈને 9 જૂનની આસપાસ દરિયો તોફાને છડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. આ દરમિયાન જ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવે તેવી શક્યતાઓ રહેલી છે.
તેઓએ વધુમાં આગાહી કરતા કહ્યું કે તારીખ 22, 23, 24 જૂનની આસપાસ રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. અને તારીખ 4, 5, 6 જૂનના રોજ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પણ પડે તેવી શક્યતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહે તેવી શક્યતાઓ રહેલી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.