You are currently viewing સાપ કરડવાની અંબાલાલની આગાહી, છેક વિદેશમાં ચર્ચા થવા લાગી, હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ખુલાસો

સાપ કરડવાની અંબાલાલની આગાહી, છેક વિદેશમાં ચર્ચા થવા લાગી, હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ખુલાસો

હાલના સમયમાં રાજ્યમાં સતત માવઠાની આગાહીઓ થી ખેડૂતોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, વરસાદ પડવાને લીધે જમીનમાં બફારાનું પ્રમાણ વધતું હોય છે આવા સમયે સરીસૃપો જેને આપણે દળચર પ્રાણીઓ અને જંતુઓ જમીન માંથી બહાર આવતા હોય છે.

48 કલાક ગુજરાત પર માવઠાંની મોટી મુસીબત, આટલા જિલ્લામાં અનરાધાર કમોસમી વરસાદ પડવાની આગાહીથી હાહાકાર જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને

http://bit.ly/3Meuux7




હવામાન ના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ કહે છે કે, સાપ એ એક ગભરું પ્રાણી છે, તેની સાથે અળગાપલ ન કરવા જોઈએ. વરસાદ નું અનુમાન એ આપણા પ્રાચીન વિજ્ઞાનમાં નક્ષત્રો ને જોઈને લગાવવામાં આવતું હોય છે. ઉનાળામાં ગરમીને લીધે સાપ જમીન માંથી બહાર નીકળે તે ખુબજ સ્વાભાવીક બાબત છે પરંતુ સાપ કરડશે તેવું કહી ન શકાય. અંબાલાલ પટેલે કહ્યું કે થોડાક સમયથી મારા નામે એક મેસેજ ફરવા લાગ્યો છે જેમાં સાપ કરડવાના બનાવ અંગે આગાહી કરવામાં આવી છે.

ઉંઘ હરામ કરી નાખી અંબાલાલ પટેલે ગુજરાતીઓની, આ તારીખ બાદ સાપ કરડવાની ડરામણી આગાહીથી લોકોમાં ફફડાટ જાણો અહીં ક્લિક કરીને




આંબલાલ પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉનાળાની ગરમી વધે અને ચોમાસાનો આગમનનો સમય હોય ત્યારે પશુ પંખીઓની રહેણી કહેણી માં પણ ખાસો એવો ફેરફાર જોવા મળતો હોય છે. એવું જોવામાં આવ્યું છે કે જે જમીન ની અંદર રહેલા પ્રાણીઓ અને જન્તુઓ પણ બહાર નીકળતા હોય છે. જમીનની અંદર ગરમીનું પ્રમાણ વધી જવાને લીધે જમીન ની અંદર રહેલા પ્રાણીઓ એ બહાર નીકળતા હોય છે.

અને ચકલી જેવા પક્ષીઓએ ધૂળમાં ન્હાતા હોય છે, ભેજ પણ સદદન્તર આવતો હોય છે, રોટલી વણવા માટે બાંધેલો લોટ પણ ઢીલો થઈ જતો હોય છે, વાસણ પણ કાળા પડવા લગતા હોય છે, આમ જ જમીનની અંદર રહેલા સાપ અને બીજા જંતુઓ બહાર નીકળતા હોય છે આની સાથે સાથે તેઓએ એ પણ જણવ્યું કે વરસાદનું જે નક્ષત્ર છે અને ઊભા કૃષિ પાકો પર આની કોઈ પણ જાતની અસર થતી હોતી નથી.




તેઓએ જણાવતા કહ્યું કે જો મૃગશીષ નક્ષત્રમાં વરસાદ પડે તો કૃષિ પાકોમાં જીવજંતુઓનું પ્રમાણ વધવા લાગતું હોય છે. તળતરીયાનું પ્રમાણ વધવા લાગતું હોય છે, આસિવાય આગ્રા નક્ષત્રનું પાણી ખુબજ સારું માનવામાં આવે છે, જયારે પુનરવસુ નક્ષત્રના પાણીને ખરાબ માનવામાં આવે છે. જેમાં જીવ જંતુઓનું પ્રમાણ વધતું હોય છે. આજ રીતે શુક્ર ગ્રહને પણ નક્ષત્ર સાથે સબન્ધો હોય છે. આવી પરિસ્થિતિમાં સર્પ જેવા જમીન ની અંદર રહેતા સરીસૃપોનો ઉપદ્રવ વધી જતો હોય છે.

આ સિવાય અંબાલાલ પટેલે હાવમાં વિશે ની માહિતી આપતા કહ્યું કે તા. 4 થી લઈને 8 એપ્રિલ અને ત્યારબાદ 14 એપ્રિલ સુધીમાં પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. 26 એપ્રિલ બાદ ગરમી પ્રમાણ વધશે ત્યારબાદ અખાત્રીજની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે છે. તા. 8મી મેની આજુ બાજુ વંટોળોનું પ્રમાણ વધી શકે છે. આ આગાહીએ સુર્ય નક્ષત્રને જોઈને કરવામાં આવી છે.

ખાસ નોંધ:- આ માહિતી અમે બીજા પોર્ટલ માંથી એકત્રિત કરીને આપણા સમક્ષ લાવી છે. આથી આ લેખમાં લખેલ કોઈ પણ વિષય વસ્તુ પર અમે કોઈ પણ જવાબદારી લેતા નથી.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply