Ambalal Fatal Forecast:- અંબાલાલ પટેલે વરસાદની સાથે સાથે જ વાવાઝોડાને લઇ પણ કરી મોટી આગાહી. આના લીધે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે તારીખ 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો મોટો ખતરો ગુજરાત પર રહી શકે છે.
તેઓએ આગાહી કરતા જણાવ્યું કે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઇ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું પણ પડી શકે છે. તેઓની આગાહી પ્રમાણે કચ્છ અને ગુજરાતના દક્ષિણ ભાગોમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. તારીખ 2 જૂન ના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. આ ઉપરાંત તારીખ 4 અને 5 જૂન ના રોજ પણ પવનની સાથે સાથે વંટોળ પણ ફૂંકાઈ શકે છે.
તો બીજી બાજુ તેઓએ આગાહી કરતા કહ્યું કે તારીખ 7 અને 8 જૂન ના રોજ દરિયામાં પવન ફેર બદલી થાય તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 14 જૂનના રોજ ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ રહેલી છે. ગતિવિધિ જણાશે એવું પણ શક્યતા છે.
તેઓએ કહ્યું કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. આવતીકાલે એટલે મંગળવારે, તારીખ 30મી મેં ના રોજ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજની સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.