Ahmedabad Accident : અમદાવાદના રસ્તા એટલે નબીરાઓના બાપાની જાગીર, એવુ સમજીને હવે નબીરાઓ ગાડી હંકારતા થયા છે. જેગુગાર અને મણિનગરના અકસ્માતને હજી એક અઠવાડિયું પણ પૂરુ નથી થતું ત્યાં અમદાવાદના રસ્તા પર વધુ એક નબીરાએ લક્ઝુરિયસ કારથી અકસ્માત સર્જ્યો છે. અમદાવાદમાં શહેરમાં મોડી રાત્રે ફરી એક મોંઘીદાટ ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદના માણેકબાગ પાસે એક નબીરાએ દારુ પીને ગાડી ચલાવી હતી, અને અનેક જગ્યાઓએ અકસ્માત સર્જયો હતો.
અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં નશામાં ધૂત BMW કારના ચાલકે બિન્દાસ્ત સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જયો હતો. એક નહિ, તેણે તો અકસ્માતોની લાઈનો લગાવી હતી. કાર ચાલક નશામાં ધૂત હોવાથી રસ્તામાં અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. ત્યારે એક જાગૃત નાગરિકે નશામાં ધૂત કાર ચાલકનો વીડિયો બનાવ્યો હતો.
સેટેલાઈટ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોચાડ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું હાલ સેટેલાઈટ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે. BMW કારના ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું છે. તેણે મોડી રાતે 1 વાગ્યાની આસપાસ ચાલકે BMW કાર માણેકબાગ નજીક અથડાવી હતી. રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.