ANTYODAYA ANNA YOJANA | RATION CARD | ANTYODAYA CARD । મફત મળશે ઘઉં અને ચોખા આ રાશનકાર્ડ ધારકોને
આજના આ મોંઘવારીના સમયમાં ગરીબ લોકોને બે ટાઈમ નું ભોજન મળી રહે તે માટે ભારત સરકાર અનેક પ્રકારની યોજનાઓ લાવતી હોય છે આમાંની એક યોજના એટલે અંત્યોદય અન્ન યોજના (ANTYODAYA ANNA YOJANA) આ યોજના થકી ભારતના ગરીબી રેખા નીચે આવતા લાખો લોકોને મફત માં 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળશે.
ANTYODAYA ANNA YOJANA લાભ કોને કોને મળશે.
- આ યોજનાનો લાભ જે લોકો પાસે પોતાની જમીન ન હોય તેવા ખેતમજૂરો, સામાન્ય ખેડૂતો જેમની પાસે ટૂંકી જમીન છે તેવા, ગાળામાં રહેતા હોય તેવા કારીગરો જેવા કે કુંભાર, ચામડુ પકવનારા, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા હોય લોકો અને મોટા શહેરોમાં રહેતા હોય પરંતુ દરરોજનું કમાઈને દરરોજ ખાતા હોય જેવા કે માલ સામાન ઉંચકનારા કુલી, રીક્ષાચાલક, હાથલારી ચલાવનારા લોકો, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ.
- વિધવા સ્ત્રીઓ અથવા બિમાર વ્યક્તિઓ/કોઈ પણ ખોડ ખાંપણ વાળા વ્યક્તિઓ/ ૬૦ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિઓ અથવા 70 – 80 વર્ષની ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન કમાણીનું કોઈ સાધન ન હોય અથવા પરિવારમાં કોઈ પણ ન હોય.
- એવા તમામ વ્યક્તિઓ જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા વિધવા, અપંગ, અશકત વ્યક્તિઓ કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધારકો હોય તેઓને આ નો લાભ મળી રહશે.
લાભ/સહાય ની વિગત (AAY કાર્ડ ધારકો)
AAY (અંત્યોદય અન્ન યોજના) હેઠળ મળવા પાત્ર લાભ/સહાય ની વિગત નીચે કોષ્ટક માં આપેલ છે.
અનાજનો પ્રકાર | કાર્ડ દીઠ મહત્તમ જથ્થો – કિલો | વિતરણ ભાવ પ્રતિ કિલો |
ઘઉં | 25 | શુન્ય |
ચોખા | 10 | શૂન્ય |
AAY નો લાભ કેવી રીતે લેવો?
આ યોજનાનો લાભ તમે રાશન ઓફિસે થી મેળવી શકો છો જ્યાંથી તમે રાશન લેતા હોવ ત્યાંથી
AAY ની વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર અને સરનામું
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ સેકટોર 10/A નવા સચિવાલય પાસે, ગાંધીનગર, ગુજરાત
ફોન:- 091 079 23221037, 23221038
અન્ન અને રેશનકાર્ડ હેલ્પલાઇન નંબર:- 1800 233 5500 (ટોલફ્રી નંબર) 1967
ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નંબર:- 1800 233 0222 (ટોલ ફ્રી નંબર)
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.