You are currently viewing Atal Pension Yojana 2022 | અટલ પેન્શન યોજના

Atal Pension Yojana 2022 | અટલ પેન્શન યોજના

Atal Pension Yojana 2022 | Atal Pension Yojana Benefits | Atal Pension Yojana in Gujarat | Atal Pension Yojana online Apply

[lwptoc title=”અટલ પેન્શન યોજના ના મુખ્ય મુદ્દાઓ”]

Atal Pension Yojana 2022

વર્ષ ૨૦૧૫-૧૬ ના બજેટમાં Atal Pension Yojana ને અમલ માં લાવવામાં આવી હતી. આ યોજના નો હેતુ દેશના ગરીબો, ઓછી સુવિધા વાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરીકરતા કામદારોને સુરક્ષા આપવા નો હતો.

આ યોજના પહેલા સ્વાવલંબન યોજનાના નામથી ઓળખાતી હતી.

અટલ પેન્શન યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ દર મહીને બેંક/પોસ્ટ ખાતા માં પ્રીમીયમ જમા કરવાનું હોય છે. જેના માટે લાભાર્થીની ઉમર ૧૮ વર્ષ થી ૪૦ વર્ષ ની વચે હોવી જોઈએ. આ પ્રીમીયમ ને નિયમિત ભર્યાબાદ 60 વર્ષની ઉંમરે 1000 થી 5000 સુધીનું પેન્સન મળવાનું ચાલુ થાય છે.

Image Credit : Government Official Website jansuraksha.gov.in
Image Credit : Government Official Website jansuraksha.gov.in

Atal Pension Yojana Benefits
.

આ યોજના નો મુખ્ય લાભ એ છે કે લાભાર્થી જયારે ૬૦ વર્ષ ની ઉમર નો થાય છે ત્યારે તેને નિયમિત રૂપ થી પેન્સન મળવા મંડે છે.

  • (APY) યોજના હેઠળ લાભાર્થી ને ૧૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધી દર મહિને પેન્સન મળશે.
  • આ યોજનાની પ્રીમીયમની રકમ ઉમરના આધારે નક્કી કરેલ છે.
  • ૧૮ વર્ષના લાભાર્થી ને આ યોજના હેઠળ ૫૦૦૦ પેન્સન મેળવું હોય તો રૂ.૨૧૦ પ્રીમિયમનો દર મહીને જમા કરવો પડશે.
  • અને ૪૦ વર્ષ ના લાભાર્થી ને ૫૦૦૦ પેન્સન મેળવવું હોય તો તેમને દર મહિને ૧૪૫૪ રૂપિયા જમા કરવવાના રહેશે.
અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

અટલ પેન્શન યોજના માટેની પાત્રતા

આયોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થીઓં માટે ભારત સરકાર દ્વારા નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • અટલ પેન્શન યોજના નો લાભ લેવા માંગતા લાભાર્થી ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ.
  • (APY) યોજનના લાભાર્થી ની ઉમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષ હોવી જોઈએ.
  • આ યોજનાનાલાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ.આ પોસ્ટ ક બેંક ખાતા માં લાભાર્થીનો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લીંક હોવો જોઈએ.
  • આ યોજના નો લાભ માત્ર સામાન્ય નાગરિકોને જ મળવા પાત્ર છે. સરકારી પેન્શન વાળા લોકો ને અટલ પેન્શન યોજના નો લાભ મળવા પાત્ર નથી.

અટલ પેન્શન યોજના ની શરતો
.

  • આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી આગળ Bank અથવા Post વિભાગ નું Saving Account હોવું જરૂરી છે.
  • લાભાર્થીની ઉમર ની ખરાઈ માટે જન્મનુ પ્રમાણપત્ર અથવા લીવીંગ સર્ટીફીકેટ કે અન્ય ઉમરના દસ્તાવેજ આપવાના રહશે.
  • અટલ પેન્શન યોજનાનું પ્રીમીયમ ભરવા માટે રોકડ રકમ થી હપ્તા ભરી શકાશે નહિ. માત્ર બચત ખાતામાંથી ડેબીટ કરી હપ્ત્તા ભરી શકશે.
  • આ યોજના લાભાર્થી ઉમર અને પેન્સન ની રકમને આધારે પ્રીમિયમની રકમ નક્કી થશે.
  • લાભાર્થી ના Bank અથવા Post ના Savingh Account માં મીનીમમ બલેન્સ+પ્રીમીયમ ની રકમ જેટલું બલેન્સ રાખવું જરૂરી છે.
  • અટલ પેન્શન યોજના માં જો લાભાર્થી દ્વારા ૬ માસ સુધી પ્રીમીયમ ન ભરાય તો ખાતું Frozen કરી દેવામાં આવશે. ૧૨ માસ સુધી પ્રીમીયમ ન ભરાઈ તો ખાતું deactivate કરી દેવામાં આવશે અને ૨૪ માસ સુધી પ્રીમીયમ ની રકમ ન ભરવામાં આવે તો ખાતું Closed કરી દેવા માં આવશે.
  • Atal Pension Yojana માં લાભાર્થી ના મુર્ત્યું બાદપેન્સન ની રકમ તેણે જે વ્યક્તીનેનોમીની બનાવેલ હશે તેને મળવા પાત્ર રહશે.
  • આ યોજનાના લાભાર્થી ને પ્રીમીયમ ની રકમ ઈંકમટેક્સ ના કાયદા મુજબકલમ ૮૦-c હેઠળ મળવવાપાત્ર રહશે.

Atal Pension Yojana Required Document

આ યોજનાનો લાભ લેવા માટે બેંક અથવા પોસ્ટ વિભાગ માં અટલ પેન્શન યોજના નું ખાતું ખોલવાનું રહશે. જેના માટે લાભાર્થી પાસે નીચે આપેલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  • જન્મ તારીખ ધરાવતું પ્રમાણપત્ર અથવા લીવીંગ સર્ટીફીકેટ કે અન્ય ઉમર અંગેનો પુરાવો.
  • આધાર્કાડ, મોબઈલનંબર
  • ચુટનીકાર્ડ
  • સરનામાં નો પુરાવો
  • પાસપોર્ટસાઈઝ નો ફોટો 

Atal Pension Yojana Chart

લાભાર્થી ને દર મહીને Atal Pension Yojana નું પ્રીમીયમ ભરવાનું હોય છે. ત્યારે લાભાર્થીને કેટલી પ્રીમીયમ ની રકમ ભરે જેથી યોગ્ય પેન્શન મળી રહે તે માટે નીચે ચાર્ટ દ્વારા દર્શાવામાં આવેલ છે.

 

લાભાર્થી ની ઉમર વર્ષ

 

કેટલા વર્ષો નું યોગદાન દરમહિને પેન્શન રૂ.૧૦૦૦ દરમહિને પેન્શન રૂ. ૨૦૦૦ દરમહિને પેન્શન રૂ.૩૦૦૦ દરમહિને પેન્શન રૂ.૪૦૦૦ દરમહિને પેન્શન રૂ.૫૦૦૦
૧૮ ૪૨ ૪૨ ૮૪ ૧૨૬ ૧૬૮ ૨૧૦
૧૯ ૪૧ ૪૬ ૯૨ ૧૩૮ ૧૮૩ ૨૨૮
૨૦ ૪૦ ૫૦ ૧૦૦ ૧૫૦ ૧૯૮ ૨૪૮
૨૧ ૩૯ ૫૪ ૧૦૮ ૧૬૨ ૨૧૫ ૨૬૯
૨૨ ૩૮ ૫૯ ૧૧૭ ૧૭૭ ૨૩૪ ૨૯૨
૨૩ ૩૭ ૬૪ ૧૨૭ ૧૯૨ ૨૫૪ ૩૧૮
૨૪ ૩૬ ૭૦ ૧૩૯ ૨૦૮ ૨૭૭ ૩૪૬
૨૫ ૩૫ ૭૬ ૧૫૧ ૨૨૬ ૩૦૧ ૩૭૬
૨૬ ૩૪ ૮૨ ૧૬૪ ૨૪૬ ૩૨૭ ૪૦૯
૨૭ ૩૩ ૯૦ ૧૭૮ ૨૬૮ ૩૫૬ ૪૪૬
૨૮ ૩૨ ૯૭ ૧૯૪ ૨૯૨ ૩૮૮ ૪૮૫
૨૯ ૩૧ ૧૦૬ ૨૧૨ ૩૧૮ ૪૨૩ ૫૨૯
૩૦ ૩૦ ૧૧૬ ૨૩૧ ૩૪૭ ૪૬૨ ૫૭૭
૩૧ ૨૯ ૧૨૬ ૨૫૨ ૩૭૯ ૫૦૪ ૬૩૦
૩૨ ૨૮ ૧૩૮ ૨૭૬ ૪૧૪ ૫૫૧ ૬૮૯
૩૩ ૨૭ ૧૫૧ ૩૦૨ ૪૫૩ ૬૦૨ ૭૫૨
૩૪ ૨૬  ૧૬૫ ૩૩૦ ૪૯૫ ૬૫૯ ૮૨૪
૩૫ ૨૫ ૧૮૧ ૩૬૨ ૫૪૩ ૭૨૨ ૯૦૨
૩૬ ૨૪ ૧૯૮ ૩૪૯૬ ૫૯૪ ૭૯૨ ૯૯૦
૩૭ ૨૩ ૨૧૮ ૪૩૬ ૬૫૪ ૮૭૦ ૧૦૮૭
૩૮ ૨૨ ૨૪૦ ૪૮૦ ૭૨૦ ૯૫૭ ૧૧૯૬
૩૯ ૨૧ ૨૬૪ ૫૨૮ ૭૯૨ ૧૦૫૪ ૧૩૧૮
૪૦ ૨૦ ૨૯૧ ૫૮૨ ૮૭૫ ૧૧૬૪ ૧૪૫૪
૬૦ વર્ષ સુધી ૧.7 લાખ ૩.૪ લાખ ૫.૧ લાખ ૬.૮ લાખ ૮.૫ લાખ

 

Atal Pension Yojana Form PDF

અટલ પેન્શન યોજનાનું ફોર્મ મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

Atal Pension Yojana Form In English  Click Here
Atal Pension Yojana Form In Hindi  Click Here

      

How To Apply For Atal Pension Yojana Online In 2022

રાષ્ટીય બેંકમાં અથવા પોસ્ટ ઓફીસમાંથી અટલ પેન્સન યોજનાનું ખાતું ખોલાવી શકાય છે. અથવા તો SBI જેવી બેંકોમાં APY નું ખાતું online પણ ખોલાવી શકાય છે. જેની માહિતી નીચે આપેલ છે.

  • Atal Pension Yojana SBI online Apply માટે ઈન્ટરનેટ બેન્કિંગ લોગીન કરવાનું રહશે.
  • SBI ઈન્ટરનેટ બેન્કિંગમાં LOGIN કર્યા બાદ e-services પરક્લિક કરવાનું રહશે.
  • ત્યારબાદ તેમાં Social Security Scheme પર ક્લિક કરવાનું રહશે.
  • હવે આના પર PMJJBY / PMSBY / APY નામના ત્રણ વિકલ્પ દેખાશે. જેમાંAPY ( અટલ પેન્સન યોજના )પર ક્લિક કરવાનું રહશે.
  • આના પર APY ONLINE FORM ખુલશે. જેના પર તમારી વિગતો ભરવાની રહશે. જેમકે અકાઉન્ટનંબર, નામ, ઉમર, સરનામું.
  • ત્યારબાદ પેન્સન ના અલગ – અલગ વિકલ્પ આવશે જેમાં તમારે તમારી ઉમર ના આધારે પ્રીમીયમ નક્કી કરવાનું રહશે આ બધી માહિતી ભર્યા બાદ તમારું એકાઉન્ટ ખુલી જશે.

Atal Pension Yojana Bank List.

અટલ પેન્શન યોજનનો લાભ મેળવવા માટે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત રાષ્ટ્રીય બેંક તથા ભારતીય પોસ્ટ વિભાગની પોસ્ટ ઓફીસ ખાતે અરજી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે તમે નીચે આપેલ બેંકો માં ખાતું ખોલાવી શકો છો.

  • State Bank Of India ( SBI )
  • Central Bank OF India
  • Bank Of Baroda
  • Icici Bank
  • HDFC Bank
  • Bank Of India
  • Axis Bank
  • Union Bank Of India

FAQ`s Of Atal Pension Yojana

1) અટલ પેન્શન યોજનાનો મુખ્ય હેતુ શું છે?

» આ યોજનાનો મુખ્ય હેતુ એછે કે દેશના ગરીબ લોકોને વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે તેમને પેન્શન રૂપી સહાય આપવાનો છે.

2) અટલ પેન્શન યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે?

» આ યોજનાનો લાભ દેશના તમામ સામાન્ય લોકોને જેની ઉંમર 18 થી 40 વર્ષ હોય તેમને મળવાપાત્ર છે.

3) Atal Pension Yojana નો લાભ કોને કોને મળવાપાત્ર નથી?

» APY નો લાભ સરકારી નોકરી કરતા કર્મચારીઓને મળવાપાત્ર નથી.

4) APY હેઠળ મળવાપાત્ર પેન્શનની રકમ કેટલી હોય છે, અને ક્યારે મળે છે?

» આ યોજના હેઠળ મળવાપાત્ર પેન્શનની રકમ રૂ.1000 થી 5000 સુધીની છે. અને આ પેન્શનની રકમ લાભાર્થીની ઉંમર જયારે 60 વર્ષની થાય છે. ત્યારે મળે છે.

5) અટલ પેન્શન યોજના માટે ક્યાં ખાતું  ખોલાવવાનું હોઈ છે?

» અટલ પેન્શન યોજના નો લાભ લેવા માટે લાભાર્થીએ ભારત સરકાર દ્વારા અધિકૃત રાષ્ટ્રીય બેન્ક અથવા પોસ્ટ માં અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવવાનું હોય છે.

6) Atal Pension Yojana Helpline Number શું છે?

» જો તમને અટલ પેન્શન યોજના અંતર્ગત કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો.

APY Helpline Number :-

1800110001 

18001801111

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

  1. Pujan virani

    This website was very exhalent 🙏🙏

Leave a Reply