Kerala Boat Tragedy: ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લામાં 25થી વધુ લોકોને લઈને જતી એક બોટ પલટી જવાને લીધે ઘણા લોકોના મોત નિપજ્યા છે.હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 21 લોકોના જીવ ગયા હોય તેવું સામે આવી રહ્યું છે. આ દુર્ઘટના એ તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારની સાંજે અંદાજિત 7 વાગ્યાની આજુબાજુ બની હતી. રીજ્યોનલ ફાયર રેન્જ અધિકારી શિજુ કેકે દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 21 જેટલી લાશો મળી આવી છે.. તેઓએ જણાવ્યું કે બોટમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. બચાવ કર્મીઓ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ બધીજ દુર્ઘટના વચ્ચે કેરળ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મધરાતે સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને સ્વાસ્થ્ય કર્મચારીઓને ઘાયલ લોકોનો ઈલાજ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આ સિવાય સોમવારે સવારે 6 વાગ્યાથી જ મૃતકોના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ નિર્દેશ આપ્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃત્યુ પામેલાના પરિજનોને 2 લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત પણ કરી હતી.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.