આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: આપણા ભારત દેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન અંતર્ગત શરું કરવામાં આવેલ છે આયુષ્માન ભારત યોજના અંતર્ગત સંચાલન રાષ્ટ્રીય લેવલે નેશનલ હેલ્થ એજન્સીની અને દરેક રાજ્ય લેવલે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દેશનાં 50 કરોડ જેટલાં સામાન્ય અને ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી આ યોજના વિશ્વ આખની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
યોજનાનું નામ | પીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના) |
શરુ | શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ શરુ કરવામાં આવી હતી. |
લાભ | આ યોજના અંતર્ગત હોસ્પિટલોમાં રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર મળશે. જેમાં આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 જેટલા પેકેજોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં કેન્સર માટેની કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. |
સત્તાવાર વેબસાઈટ | https://mera.pmjay.gov.in/ |
હેલ્પલાઈન | 14555 |
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
આયુષ્યમાન ભારત યોજનામાં અંતર્ગત સમગ્ર દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને દરેક વર્ષે રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
કોણ લાભ લઇ શકશે ?
આપણા ભારત દેશમાં સરકાર દ્વારા હાથ ધરાયેલ વર્ષ 2011-12 માં સામાજિક અને આર્થિક સર્વેક્ષણ મૂજબ જે જે પરિવારોનો ગરીબી રેખા નીચે સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધરાવે છે એવા તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ . ગુજરાતનાંઆપવામાં આવશે. 44 લાખથી વધુ ગરીબ અને વંચિત પરિવારના 2.25 કરોડ જેટલા નાગરિકોને 100 ટકા સરકારના ખર્ચે સારવાર આપવામાં આવશે.
કેવી રીતે લાભ મળશે ?
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં એજ લોકોને લાભ મળવા પાત્ર છે એવા બીપીએલ કાર્ડ ધારકો જેઓનું નામ આયુષ્માન ભારતની વેબસાઈટ પર છે.
લાભાર્થીની યાદીમાં પોતાનું નામ છે કે નહીં, તે કેવી રીતે જાણી શકાય?
આ યોજનાની યાદીમાં તમારું નામ છે કે નહિ તે ચેક કરવા માટે તમારે આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login પર જવું પડશે. અને ત્યાં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ ને તમે સર્ચ કરીને સંપૂર્ણ માહિતી જાણી શકશો. અથવા જો વેબસાઈટ કોઈ કારણો સર બંધ હોય તો તમે તેના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પણ જાણી શકો છો તેના માટે અમે નીચે હેલ્પલાઇન નંબર આપ્યા છે.
14555 અને 1800 111 565
કઈ કઈ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
આ યોજના અંતર્ગત દેશની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ મેળવી શકશો. અત્યાર સુધીમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત 8 હજાર થી પણ વધારે હોસ્પિટલોનું જોડાણ થઇ ચૂક્યું છે અને 20 હજાર થી પણ વધારે હોસ્પિટલોને હજુ જોડવાનું સરકારનું લક્ષ્ય છે.
જેથી દેશનાં તમામ રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર પોતાનાં ઘરની નજીક માંજ તમામ સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાત રાજ્ય માં 1700 થી પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત દ્વારા સારવાર પૂરી પાડવામાં આવશે.
ક્યાં રોગો અને સર્જરીની સારવાર મળવા પાત્ર રહશે
આયુષ્માન ભારત યોજના અંતર્ગત કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મેળવી શકાશે. દેશનાં તમામ ગરીબ નાગરિકોને મોટી મોટી બીમારીઓ અને મોટા મોટા ઓપરેશન અને હોસ્પિટલમાં કરવામાં આવતી તમામ પ્રક્રિયાઓનો વિનામૂલ્યે લાભ મેળવી શકાશે. આ યોજના અંતર્ગત ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી અને આ ઉપરાંત કેન્સરની વિવિધ સર્જરીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
હોસ્પિટલ ચેક કરો | અહીંથી ચેક કરો |
સંપૂર્ણ માહિતી | અહીંથી વાંચો |
સરકારી હોસ્પિટલ લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
તમારું નામ ચેક | અહીંથી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://www.pmjay.gov.in/ |
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.