You are currently viewing Battery Operated Spray Pump Subsidy 2022 । બેટરી થી ચાલતા સ્પ્રે પંપ પર સહાય યોજના

Battery Operated Spray Pump Subsidy 2022 । બેટરી થી ચાલતા સ્પ્રે પંપ પર સહાય યોજના

Battery Operated Spray Pump Subsidy 2022 । I Khedut Portal । I khedut portal online Registration । Agriculture spray Machine subsidy । દવા છંટકાવ માટેના સ્પે પમ્પ પર સહાય 

અત્યાર ના સમય માં ખેતી પાકો પર જીવાતોનો ઉપદ્રવ ખુબજ વધી રહ્યો છે આથી ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે વારે ઘડીએ દવાઓનો છંટકાવ કરતા હોય છે દવા ઓનો છંટકાવ કરવા માટે ઘણા ખેડૂતો હાથે થી ચાલતા પંપ નો ઉપયોગ કરતા હોય છે. આવા પંપ માં ખુબ જ મહેનત પણ લગતી હોય છે અને સમય અને દવા નો પણ બગાડ વધુ થતો હોય છે.

આથી જ આજના આધુનિક યુગ માં મહેનત, સમય અને પૈસા નો ઓછો વ્યય થાય તે માટે બેટરી થી ચાલતા પંપ નો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુઆ બેટરી થી ચાલતા સારી કવોલીટીના પંપ ખુબ જ મોંઘા ભાવના આવતા હોય છે આથી ઘણા ખેડૂતો આવા પમ્પ લઇ સકતા નથી.

આ બધી જ વાતોને ધ્યાને રાખીને Government of Gujarat ના Agriculture Department દ્વારા ખેડૂતો માટે I khedut portal માં ખેતીવાડી વિભાગ પર “પાવર સંચાલિત નેપ્સેક પંપ તથા પાવર સંચાલિત તાઇવાન પંપ” નીસહાય યોજન અમલ માં મૂકી છે.

આ લેખમાં અમેં આપને જણાવીશું કે બેટરી સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માં લાભાર્થી ને કેટલા રૂપિયા ની સબસીડી મળવવા પાત્ર છે, આ સહાય યોજના ની પાત્ર અને સરતો શું છે, અરજી કરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને આ સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી તેની સંપૂણ માહિતી આપીશું

Battery Operated Spray Pump Subsidy 2022

Government of Gujarat ના Agriculture Department દ્વારા ખેડૂતો નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ કરતા થાય અને મહેનત સમય અને પૈસા નો વ્યય ઓછો થાય તે માટે અવનવી સહાય યોજના ઓ I khedut portal પર બહાર પાડતી હોય છે.

આમાની એક સહાય યોજના એટલે પાવર સંચાલિત સ્પ્રે પંપ ની યોજના

(૧) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/- (૨) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/- (૩) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/-

યોજના નું નામ પાવર સંચાલિત પંપ સહાય યોજના
અરજી કરવા માટે ની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજના નું ઉદેશ્ય ખેડૂતો ના પાક સરક્ષણ માટે દવા છંટકાવ પમ્પ ખરીદવા પર સબસીડી આપવાનો. 
યોજનાના લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય ની રકમ નાનાસીમાંત અને મહિલા ખેડૂતને રૂ.૧૦,૦૦૦/- સુધીની સબસીડી અને અન્ય તમામ લાભાર્થી ને રૂ.૮૦૦૦/- ની સહાય
અરજી કરવા માટે ની વેબસાઈટ https://ikhedutportal.gujarat.gov.in.
અરજી કરવા ની છેલી તારીખ ૨૧/૦૩/૨૦૨૨

 

બેટરી સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજનાની પાત્રતા

બેટરી સંચાલિત સ્પ્રે પંપ માટે ગુજરાત સરકાર દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબની છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • ખેડૂતનાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
  • અરજી કરનાર ખેડૂત પોતાની માલિકીની જમીન નો રેકોર્ડધરાવતો હોવો જોઈએ.
  • બેટરી સંચાલિત સ્પ્રે પંપ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહશે.
  • આ યોજના ની અરજી ખેડૂતો એ આઈ ખેડૂત પોર્ટલ પર થી કરવાની રહશે.

Battery Operated Spray Pump Subsidy Required Document

દવા છંટકાવ ના પંપ માટેની યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

૧) 7-૧૨ ની ઝેરોક્સ.

૨) અરજદાર ના રેસનકાર્ડ ની ઝેરોક્ષ.

૩) આધારકાર્ડ ની ઝેરોક્ષ.

૪) અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતી નું સર્ટીફીકેટ (જેને લાગુ પડતું હોય તેને જ)

૫) ખેડૂત ની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસેદ્દાર ના સંમતી પત્રક.

૬) જો લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ત્રેસન ધરાવતા હોય તો તેની વિગતો.

7) લાભાર્થી ખેડૂત દૂધ ઉત્પાદક અથવા સહકારી મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો.

૮) બેંક ખાતાની પાસ બુક ની ઝેરોક્ષ.

Battery operated Sprey Pump Subsidy Scheme 2022 Online Registration Process

બેટરી સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે https://ikhedut.gujarat.gov.in/ તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (18) ક્રમે “પાવર સંચાલિત પંપ સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
I Khedut Portal Official Site
I Khedut Portal Official Site
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ’S of Battery operated Sprey Pump Subsidy Scheme

૧) બેટરી સંચાલિત સ્પ્રે પમ્પ સહાય યોજના નો લાભ કોને આપવામાં આવશે.

>> બેટરી સંચાલિત સ્પ્રે પમ્પ સહાય યોજના નો લાભ ગુજરાત રાજયના નાના સીમંત અને મોટા ખેડૂતો ને આપવામાં આવશે

૨) પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના નો લાભ કેટલો મળશે ?

>> પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માં ૧૬ થી વધુ લીટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિતજાતી ,અનુસુચિત જન જાતી, નાનાસીમંત અને મહિલા ખેડૂતને રૂ.૧૦,૦૦૦/- સુધી ની સબસીડી સહાય અને અન્ય તમામ લાભાર્થીઓને રૂ.૮૦૦૦/- ની સહાય  મળશે.

૩) બેટરીસંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના નો લાભ ક્યાં વિભાગ દ્વારા બહાર પાડવા માં આવેલ છે?

>> બેટરીસંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના નો લાભ ગુજરાત સરકાર ના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે

૪) પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે ક્યાં અને કેવી રીતે અરજીકરવાની રહશે?

>> પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે I Khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહશે.

૫) પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે ની છેલ્લી તારીખ કઈ છે?

>> આ યોજના ની અરજી કરવા માટે ની છેલ્લી તારીખ ૨૧/૦૩/૨૦૨૨ છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply