આજનું પંચાંગ
સોમવાર:- 8/5/2023
વૈશાખ મહિનો
કૃષ્ણ પક્ષક
ત્રીજ તિથિ
નક્ષત્ર જ્યેષ્ઠા 7.09 સાંજ પછી મૂળ
શિવ યોગ
કરણ વિષ્ટિ ભદ્રા
રાશિ વૃશ્ચિક (ન.ય.) સાંજે 7.09 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનું રાશિ ભવિષ્ય
મેષ (અ.લ.ઈ.)
આ રાશિમાં આવતા લોકો માટે આજનો દિવસ એ સામાજિક સેવા કરવામાં રુચિ વધારે તેવો રહશે. વ્યાપારિક કામકાજ માં નુકસાની થાય તેવી સંભાવનાઓ રહેલી છે. સગા સંબંધીઓની મુલાકાતથી મન ખુબજ પ્રસન્ન રહશે.. વાયુજન્ય બીમારીઓ થઇ શકે છે. આરોગ્ય ને લઈને ખુબજ કાળજી રાખવી.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિમાં આવતા લોકો માટે આજનો દિવસ શેર બજાર ના કામકાજોમાં લાભ મળે તેવી સંભાવનાઓ રહેલી છે. પરિવારમાં અંદરો અંદર ઝગડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે. નાના-મોટા રોકાણમાં લાભ મળી શકે છે. આરોગ્ય ને લઈને ખુબજ કાળજી રાખવી.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિમાં આવતા લોકો માટે આજનો દિવસ વ્યવસાય અને નોકરીમાં ખુબજ ઉત્તમ તક મળે તેવી સંભાવનાઓ રહેલી છે. સગા સંબંધીઓ થી લાભ થઇ શકે છે. લગ્ન જીવન માં ખુબજ સુખ મળી શકે છે.. નવા કે જુના લેવેચના કામમાં ખુબજ લાભ મળી શકે છે.
કર્ક (ડ.હ.)
આ રાશિમાં આવતા લોકો માટે આજના દિવસે વ્યવસાય માં ખુબજ લાભ મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. મશીનરીને લગતા વળગતા કામ ખુબજ ફાયદો થઇ શકે છે.પાર્ટનરની સાથે બહાર ફરવા જવાના યોગ બને.
સિંહ (મ.ટ.)
આ રાશિમાં આવતા લોકો માટે આજના દિવસ દરમિયાન વ્યવસાયમાં નવા કામ મળે તેવી સંભાવનાઓ રહેલી છે. ભાગીદારોથી લાભ મળી શકે છે. માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામકાજ પણ પૂરાં થશે. આરોગ્યની બાબતે ખુબજ સાવચેતી રાખવી.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિમાં આવતા લોકોએ આજના દિવસે કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં. નાણાંકીય બાબતે ખુબજ સાવચેતી રાખવી. સારા પ્રસંગના સમાચાર મળી શકે છે. સગા સબંધીઓથી પરેશાની વધી શકે છે.
તુલા (ર.ત.)
આ રાશિમાં આવતા લોકો માટે આજના દિવસ દરમિયાન સ્વાસ્થ્યની બાબતે ખુબજ સાવધાની રાખવી. કોઈ પણ કારણ વગર બહારગામ જવાથી બચવું જોઈએ. સારા કામોની પ્રસન્ના થશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિમાં આવતા લોકો માટે આજના દિવસે નોકરી અને ધંધામાં ખોટ થી બચવું. પૈસાની બાબતે વિચારી વિચારીને નિર્ણયો લેવા. સ્વસ્થ્ય બાબતે ખુબજ કાળજી રાખવી.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિમાં આવતા લોકો માટે આજનો દિવસ એ આર્થિક દ્રષ્ટિએ ખુબજ સારો રહશે. જવાબદારીવાળા કામોની પ્રસન્ના મળશે. સમજ્યા વિના કરેલા કામ કાજ માં નુકશાની મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત જૂની બીમારીઓથી મુક્તિ મળશે.
મકર (ખ.જ.)
આ રાશિમાં આવતા લોકોને સગા સ્નેહીજનોથી આર્થિકરીતે મદદ મળી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી. બીજા લોકોની મદદથી પ્રસન્નતા વધી શકે છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મળશે.
કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિમાં આવતા લોકોને મિત્રો દ્વારા માનસિક વ્યથા. પરિવારમાં મોટા લોકોના આશીર્વાદ થી લાભ થશે.
નોકરી અને ધંધા કીય બાબતોમાં લાભ મળી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિમાં આવતા લોકોએ વાહન ચલાવવામાં ખુબજ કાળજી રાખવી. વેપાર અને ધંધાકીય બાબતોમાં ખુબજ મહેનત વધી શકે છે. જાણીતા લોકોને ઉધાર ન આપવો.આજે માનસિક રીતે અશાંતિનો અનુભવ થઇ શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.