Best Budget Smartphone:– આજના સમયમાં નાના થી લઈને મોટા સુધી દરેક ને સ્માર્ટફોન વિના એક મિનિટ પણ ચાલતું નથી. ત્યારે કંપનીઓ પણ સામ્યન્ય લોકો થી લઈને ખુબજ મોટો મોટા લોકો માટે અલગ અલગ કેટેગરીના સ્માર્ટફોન લોન્ચ કરતી હોય છે. જ્યારથી આપણા મોદીકાકાએ મોંઘવારી વધારી છે ત્યારથી લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે આવામાં લોકોને મોંઘા મોબાઇલ લેવા પોસાઈ તેમ નથી આથી લોકો સસ્તા, સારા અને ટકાઉ મોબાઈલ ની શોધ માં હોઈ છે આથી આજે આ લેખ માં અમે તમને 7000 રૂપિયાથી પણ ઓછી કિંમતના 5 એવા સ્માર્ટફોન વિશે માહિતી આપીશું.
Best Budget Smartphone Under 7000 RS
1) Xiaomi Redmi A1 9
એ સપ્ટેમ્બર 2022ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યોતો જે સામાન્ય લોકો માટે સૌથી લોકપ્રિય બજેટ સ્માર્ટફોન માનો એક છે. તેના ફીચર્સ વિશે વાત કરીએ તો 6.52 ઇંચ HD+ સ્ક્રેચ રેઝિસ્ટન્ટ ડિસ્પ્લેને ધરાવે છે. તેમાં MediaTek Helio A22 ક્વાડ કોર પ્રોસેસર આવેલું છે જેનાથી તેને ખુબજ સારી સ્પીડ મળે છે. આ મોબાઇલ એ એન્ડ્રોઇડ v12 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, અને આ મોબાઇલ માં 8MP ડ્યુઅલ AI પાછળનો કેમેરા અને 5MP આગળનો કેમેરા છે. આની કિંમત વિશે વાત કરીએ તો 5,899 રૂપિયા છે.
2) Samsung Galaxy A03 Core :
આ મોબાઇલના ફિચર્ચ વિશે વાત કરીએ તો 720 x 1600 સ્ક્રીન રિઝોલ્યુશન અને તેની સાથે 6.5-ઇંચ PLS LCD ડિસ્પ્લે આવે છે. તે Unisoc SC9863A ઓક્ટા કોર પ્રોસેસર ધરાવે છે. આ મોબાઈલ એ એન્ડ્રોઇડ 11 (ગો એડિશન)નામના ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે, મોબાઈલ માં મુખ્યત્વેઆગળનો 8 MP કેમેરા અને પાછળનો 5 MP સેલ્ફી કેમેરા આવેલો છે અને આ મોબાઇલ ની બેટરી વિશે વાત કરીએ તો તે નોન-રિમૂવેબલ Li-Ion 5000 mAh આવેલી છે. આની કિંમત વિશે વાત કરીએ તો તે 6,750 રૂપિયા છે. જે તમને ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે મળી જશે.
3) Realme C30:
આ મોબાઈલ માં તમને 6.5-ઇંચ HD + ડિસ્પ્લે મળે છે. અને તે Unisoc T612 ઓક્ટા કોર પ્રોસેસર મારફતે સંચાલિત થાય છે અને આમ તમને Android 11 ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળશે. આ મોબાઈલ ના બીજા ફીચર્સ ની વાત કરીએ તો આમ તમને 2 GB RAM અને 32 GB ઇન્ટરનલ મેમરી મળે છે, જેને તમે 1 TB સુધી વધારી શકો છો. મોબાઈલ માં તમને બે 8MP AI પાછળની બાજુ કેમેરા મળે છે અને , આગળની બાજુ 5MP સ્નેપર કેમેરા મળે છે. બેટરીની વાત કરીએ તો આમ તમને 5000mAh મળે છે. આ મોબાઈલ ની કિંમત માત્ર 6,749 રૂપિયા જ છે. જે તમને ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે મળી જશે.
4) Samsung Galaxy M01 કોર ફોન
આ મોબાઈલમાં તમને 5.3 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. જે MediaTek MT6739W ક્વાડ કોર પ્રોસેસર ધરાવે છે. આ મોબાઈલ Android Q 10 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે,આ સાથે તમને આમાં 2GB રેમ અને 32GB ઇન્ટરનલ જેટલી મેમરી મળે છે, જેનેતમે 512GB સુધી વધારી શકો છો. આ મોબાઈલ માં તમને 8MP નો પાછળનો કેમેરા મળે છે અને 5MP આગળનો કેમેરા મળે છે. આ સિવાય 3000 mAh બેટરી પણ મળે છે. તમને અહીં જણાવી દઈએ કે આ ફોન હાલમાં ફ્લિપકાર્ટ પર રૂ.6,490માં મળી રહ્યો છે.
5) Realme C11
આ મોબાઈલની સાઇઝ વિશે વાત કરીએ તો આ માં તમને 1600 x 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચની LCD સ્ક્રીન ડિસ્પ્લે મળે છે. અને આ મોબાઈલ 2 જીબી રેમ અને 32 જીબી જેટલી ઇનબિલ્ટ મેમરી સાથે આવે છે, જેને તમે જો ઈચ્છો તો 256 જીબી સુધી વધારી શકો છો. આ મોબાઈલ એ Unisoc SC9863A ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા ચાલે છે અને તે Android 11 નામની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. આમ તમને 8MP પાછળનો AI કેમેરા મળે છે અને આગળની બાજુ નો 5MP AI કેમેરા મળે છે. આ મોબાઈલ એ 5000mAh બેટરી ધરાવે છે. Realme C11 એ તમને એમેઝોન પર રૂ. 6990માં મળી જશે પરંતુ જો તમે Realmeની ઓફિશ્યિલ વેબસાઇટ પર તેની કિંમત ચકાસસો તો 7499 રૂપિયા જોવા મળશે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.