You are currently viewing આવી ગયું ધોરણ-12 સાયન્સનું પરિણામ જાણો આ વર્ષે કેટલા ટકા ઓછું આવ્યું પરિણામ

આવી ગયું ધોરણ-12 સાયન્સનું પરિણામ જાણો આ વર્ષે કેટલા ટકા ઓછું આવ્યું પરિણામ

12th Science Result:- આજે ધોરણ-12 સાયન્સ પ્રવાહ નું પરિણામ ગુજરાત બોર્ડ ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા એક અનોખો પ્રોયોગ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા પોતાના વૉટ્સઍપ પરજ પરિણામ મેળવી શકે. જેના માટે વિદ્યાર્થીઓએ પોતાના બેઠક નંબર વોટ્સએપ 6357300971 નંબર પર મોકલવાના રહશે ત્યારબાદ તમને તરતજ તમારું પરિણામ મળી જશે. આની સાથે સાથે GUJCET- 2023 નું પણ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે WWW.GSEB.ORG પરથી જોઈ શકાય છે.




આ વર્ષે 1.26 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી.

આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, માર્ચ-૨૦૨૩ માં લેવાયેલી સાયન્સ પ્રવાહની પરીક્ષાનું પરિણામ સરેરાશ 65.58 ટકા આવ્યું છે.  આ વર્ષે 73, 166 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. રાજ્યમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ 83.22 ટકા જેટલું આવ્યું છે. તો બીજી બાજુ દાહોદના લીમખેડાનું પરિણામ 22 ટકા સાથે સૌથી ઓછું નોંધાયું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply