Gujarat Weather: હાલ થોડાક દિવસો થી ગરમીથી અમુક અંશે રાહત જોવા મળી રહી છે આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર ગરમીને લઈને એક નવીજ આગાહી થોકી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ આવનારા 3 દિવસ સુધી ગરમી નું જોર યથાવત્ રહેશે.
3 દિવસ બાદ તાપમાનમાં થોડો એવો ઘટાડો નોંધાય શકે છે. વાતાવરણ અમુક અંશે પલટાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદીઓએ ને હજુ પણ પાંચ દિવસો સુધી તાપમાન 42 ડિગ્રી ની આસપાસ નોંધાય શકે છે. આ સિવાય હવામાન વિભાગે શહેરમાં 2 દિવસો સુધી શહેરમાં યલો એલર્ટ પણ જારી કરાયું છે.
અત્યારે સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, આવી સતત વધી રહેલી ગરમીના લીધે જનજીવન પર અસર પણ ખુબજ માઠી અસર જોવા મળી રહી છે. ગરમીના લીધે લોકો પણ બિમાર પડી રહ્યા છે અને સાથે સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેની સલાહ પણ આપવામાં આવી રહી છે. હવે તો લોકો આ ગરમીથી તોબા પોકારી ગયા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.