Biporjoy Cyclone: અરબ સાગર માં હાલ બિપોરજોય વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડું ધારણ કરશે રોદ્ર સ્વરૂપ. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર વાવાઝોડું એ હાલ ગુજરાતથી દૂર છે. પરંતુ આ છતાં માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બધાજ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાવાઝોડાનો ટ્રેકનો ઝૂકાવ એ ઓમાન તરફનો જોવા મળી રહ્યો છે. પરંતુ અમે અહીં તમને જણાવી દઈએ કે જ્યારથી આ વાવાઝોડું સક્રિય થયું છે ત્યારથીજ તે પોતાની દિશા સતત બદલતું રહ્યું છે.
ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારના ભાગોમાં વાવાઝોડું જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે. આજે દરિયામા પણ કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. વાવાઝોડું 2 થી લઈને 4 વખત ટ્રેક બદલી શકે છે. અને દરિયાઈ વિસ્તારો પર 5 નંબરનું સિગ્નલ લગાવવું પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. વાવાઝોડું એ ગુજરાતના દરિયા કિનારાની નજીકથી પસાર થાય તેવી શક્યતાઓ રહેલી છે.તારીખ 11 અથવા 12 જૂન અસપાસ ગુજરાત નજીકથી પસાર થઇ શકે છે.
તેઓ એ કહ્યું કે આ વાવાઝોડાને લીધે ગુજરાતના સોંરાષ્ટ્રં વિસ્તારમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પણ પડે તેવી શક્યતાઓ રહેલી છે. સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જેના લીધે ઘરોના છાપરા અને વૃક્ષો પણ ધારાશાહી થઇ શકે છે.