You are currently viewing Business idea: સાવ ઓછા રોકાણમાં તગડી કમાણી! ઘરે બેઠાં શરૂ કરો આ પાંચ કામ, લાઈફ સેટ થઈ જશે તમારી 7 પેઢીઓ ઘરે બેસીને ખાશે એટલું કમાઈ જશો

Business idea: સાવ ઓછા રોકાણમાં તગડી કમાણી! ઘરે બેઠાં શરૂ કરો આ પાંચ કામ, લાઈફ સેટ થઈ જશે તમારી 7 પેઢીઓ ઘરે બેસીને ખાશે એટલું કમાઈ જશો

Business idea:- આજના સમયમાં ગૃહ ઉદ્યોગની વ્યાખ્યમાં બહોળા ફેરફાર થયા છે. પહેલા ગૃહ ઉદ્યોગ (Business idea) અમુક ક્ષેત્રો પૂરતો જ પ્રચલિત હતો. પણ હવે ઘરેથી કામ કરવાના વિકલ્પોમાં જબ્બર વધારો થયો છે. સાવ ઓછા મૂડીરોકાણથી લોકો મસમોટી કમાણી કરી રહ્યા છે. આવા વ્યવસાયમાં ઓફિસે જવા કે ફિક્સ ટાઇમ આપવાની જરૂર રહેતી નથી. ત્યારે જો તમે પણ ઘરેથી કોઈ વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હોવ તો અહીં ટોપ 5 બિઝનેસ આઈડિયા (Top 5 Home Business Ideas) આપવામાં આવ્યા છે.




પાલતુ પ્રાણીઓની સંભાળ: પાલતુ પ્રાણીઓ ગમતા હોય તેવા લોકો આ વ્યવસાયમાં આગળ વધી શકે છે. તમારે અન્ય લોકોના પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખવાનું રહે છે. ઘણા લોકો પાસે પાલતુ પ્રાણીઓ હોય છે, પરંતુ ક્યારેક કોઈ કારણોસર બહાર જતી વખતે તેઓ તેમને સાથે લઈ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં તમે તેમના પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખી શકો છો અને પૈસા કમાઈ શકો છો. આ વ્યવસાય માટે તમારે માત્ર ગાળાના પટ્ટા, ફૂડ જેવી જરૂરી વસ્તુઓ ખરીદવાની રહેશે, જેનો ખર્ચ વધુ નહીં આવે છે.




Airbnbમાં ગેસ્ટ હોસ્ટ કરો: હોટેલ ભાડે રાખવાની જેમ Airbnbનું પણ ચલણ વધી રહ્યું છે. જેમાં તમે ગેસ્ટને હોસ્ટ કરી શકો છો. Airbnb થકી તમે ઘરનો કોઈ રૂમ કે આખે આખું મકાન ટૂંકા સમય માટે ભાડે આપી શકો છો. તમારું મકાન પ્રાઇમ લોકેશનમાં હોય તો તેના માટે બહોળી માંગ ઉભી થઈ શકે છે. ભાડું સારું મળી શકે છે. જોકે, આ બિઝનેસમાં તમારે ઘણી મહેનત કરવાની રહેશે. રૂમ કે મકાન સાફ રાખવું પડશે.

પોડકાસ્ટ શરૂ કરો: ઓનલાઇન બ્રાન્ડ્સ ધરાવતા ઉદ્યોગસાહસિકો પોડકાસ્ટિંગ કરી સારા પૈસા કમાઈ રહ્યા છે. તમારી પાસે યુ-ટ્યુબ ચેનલ હોય કે કોઈ લોકપ્રિય બ્લોગ હોય તો પોડકાસ્ટિંગ કરી શકો. જેમાં તમારા પ્રેક્ષકોને રસ પડે તેવા વિષયો પર વાત કરવાની રહે છે. ત્યારબાદ સ્પોટિફાઇ અથવા તમારી પોતાની વેબસાઇટ પર તેના એપિસોડ્સ પોસ્ટ કરવાથી તેનો આર્થિક લાભ લઈ શકો છો. તમારું પોડકાસ્ટ લોકપ્રિય બનશે એટલે એડવર્ટાઇઝર્સ તમારો સંપર્ક કરશે. જેમાં તમે પૈસા લઈને પોડકાસ્ટ વચ્ચે એડવર્ટાઇઝ મૂકી શકો છો. યાદ રાખો કે, પોડકાસ્ટને લોકપ્રિય બનાવવામાં ઘણો સમય લાગે છે. પણ લોકપ્રિયતા મળ્યા બાદ તમને સારી આવક થશે.

સોશિયલ મીડિયા મેનેજ કરો: આજે સોશિયલ મીડિયનો યુગ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મના યુઝર્સ ઘણા છે. તેમના સુધી પહોંચવા બ્રાંડ પ્રયત્નો કરે છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા મેનેજરને કામ આપે છે. જેમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ કન્ટેન્ટ પર ધ્યાન આપવું, અપડેટ અને ઓર્ગેનાઈઝ કરવું, ફરિયાદો અથવા કોમેન્ટનો જવાબ આપવો જેવા કામ શામેલ છે. સોશિયલ મીડિયા મેનેજર્સ એકંદરે માર્કેટિંગ ટીમના સભ્ય હોય છે. અગ્રણી કંપની અથવા એજન્સી આ પોસ્ટ પર યોગ્ય વ્યક્તિ શોધતી હોય છે. બીજી તરફ તમે ઘરેથી સોશિયલ મીડિયા મેનેજર તરીકે કામ કરી શકો છો. આ કામના પૈસા પણ સારા મળે છે.

ક્લીનિંગ સર્વિસ આપો: ઘણા લોકોના મકાનો મોટા હોય છે અને તેમની પાસે તેની સફાઈ કરવાનો સમય હોતો નથી. આ કામ તમે કરી શકો છો. ક્લીનિંગ સર્વિસ માટે તમારે કોઈ ટ્રક કે વાન સાથે કેટલાક સાધનો વસાવવા પડશે. ત્યારબાદ આસપાસમાં જાહેરાત કરી ગ્રાહકો શોધવાના રહેશે. સમય જતાં તમે આ વ્યવસાય મોટોપાયે પણ કરી શકો છો. આ બિઝનેસમાં સારા ફોટા લેવા ફોટોગ્રાફર રાખી શકો. ઉપરાંત ડિજિટલ માર્કેટિંગ સ્કીલ થકી ગ્રાહકો સુધી પહોંચી શકો છો.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply