Cooking oil price:- ભારતમાં ફરી એકવાર ખાદ્ય તેલોની કિંમતોમાં આવ્યો ઘટાડો. ગયા વર્ષે મગફળી, સોયાબીન, રાયડો, કપાસ, વગેરે તેલીબિયાં પાકોનું ખુબજ વધુ ઉત્પાદન થવાના લીધે લોકો પણ અત્યારે તે માલનું વેચાણ કરી રહ્યા છે અને માર્કેટ યાર્ડ માં સારી એવી આવક થતા ભાવોમાં થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આની સીધીજ અસર ખાદ્ય તેલ પર જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં સરસવનો પાકનું ઉત્પાદન ખુબજ સારું થતા વૈશ્વિક સ્તર પર ખાદ્ય તેલોના ભાવોમાં આવેલા ઘટાડાને લીધે સમગ્ર ભારતમાં ખાદ્ય તેલોની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ઘણા મહિનાઓથી ખાદ્ય તેલની કિંમતોમાં 40થી લઈને 70 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાય રહ્યો છે. પહેલા સરસવનું તેલ 190 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું, તેની કિંમત હવે 130થી લઈને 140 રૂપિયાની વચ્ચે થઇ ગઈ છે. આવીજ રીતે સોયાબીન, મગફળી, કપાસિયા અને સૂરજમુખીના તેલોમાં ઘટાડો આવ્યો છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.