You are currently viewing હોળી પહેલા કોરોનાએ વધાર્યું ટેંશન, એક જ સપ્તાહમાં નોંધાયેલા આટલા કેસો

હોળી પહેલા કોરોનાએ વધાર્યું ટેંશન, એક જ સપ્તાહમાં નોંધાયેલા આટલા કેસો

Corona Cases Raised Before Holi । Big Breaking News । Corona News | Covid 19 News | Corona Cases News

આખા ભારત દેશભરમાં 7 માર્ચના રોજ હોળીનો તહેવાર ઊજવવા માટે લોકો ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ આ હોળીના તહેવાર પહેલા જ દેશ ના લોકો પર ફરી કોરોનાનો ભય ઊભો થયો છે. દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લાં એક જ અઠવાડિયામાં ત્રણ ગણા કોરોનાનાં કેસો સામે આવ્યા છે.




છેલ્લાં 24 કલાકમાં 300થી વધારે મામલા

સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 324 નવા કોરોના ના કેસો નોંધાયા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 22 ફેબ્રુઆરીનાં રોજ 95 જેટલા કોરોના ના કેસો નોંધાયા હતા ત્યાર બાદ આ કેસો વધીને 300 જેટલા થયા હતા જે આજે ફરી વધીને 324 થઈ ગયા છે. આ નવા કેસો નોંધાયા બાદ સમગ્ર દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2791 નોંધાય ચુકી છે.

કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 5 લાખ પાર

સમગ્ર દેશમાં વધી રહેલા કોરોનાનાં આંકડાઓએ સરકાર અને લોકોની બન્ની ચિંતા વધારી દીધી છે. હાલમાં થોડા જ દિવસો પહેલાં કોરોના ને લીધે 3 લોકોનાં મોતનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનને લીધે મૃત્યુ પામનારાઓનો આંકડો હવે વધીને 5 લાખ 30 હજાર સુધી પોહચી ગયો છે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.

વોટ્સએપ




મિત્રો સાથે શેર કરો

Leave a Reply