Corona Figures In The Last 24 Hours :- ગુજરાત માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થતા ફરી એક વાર લોકો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં ફરીથી એકવાર દરરોજના કોરોના કેસનો આંકડો 100ને પાર જતો રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનના નવા 119 કેસો સામે આવ્યા છે અને અત્યારે બધાજ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા વધારેમાં વધારે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
કોરોના થી સાજા થવાના આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આજે વધુ 20 દર્દીઓ આ ઘાતક બીમારી થી સ્વસ્થ થયા છે. અત્યારે 435 જેટલા એક્ટિવ કેસો રાજ્યમાં જોવા મળી રહ્યા છે. તો આ તરફ છેલ્લા 24 કલાકમાં દરમિયાન 897 લોકોનું રસીકરણ પણ કરવામા આવ્યું છે.
ગુજરાત માં ક્યાં જિલ્લામાં કેટલા કેસો નોંધાયા છે તેની વાત કરીએ તો સૌથી વધારે કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં 63 કેસો નોંધાયા છે.રાજકોટમાં 13 જેટલા કેસો નોંધાયા છે, સુરતમાં શહેરમાં પણ 13 જેટલા કેસો નોંધાયા છે, મહેસાણામાં 9 કેસો, વડોદરામાં 4 કેસો, અમરેલીમાં 4 કેસો, ભાવનગરમાં 3 કેસો, અને આણંદ, ભરૂચ, ગાંધીનગર, સાબરકાંઠા ના વિસ્તારોમાં 2-2 કેસો અત્યાર સુધી નોંધાયા છે અને નવસારી પોરબંદરમાં પણ આજ રોજ 1-1 કેસો જોવા મળ્યાતા.
રાજ્યમાં વધતા કેસોને જોઈને આરોગ્ય તંત્ર પણ હવે દોડતું થયું છે અને લોકોને ફરીથી માસ્ક પહેરવું અને જાહેર જગ્યાઓ પર ભીળ ન કરવી તેની અપીલ કરવામાં આવી છે.
આ સમાચાર લોક પત્રિકા માંથી લેવામાં આવ્યા છે જેની સૌ લોકોએ જાણ લેવી.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ખાસ નોંધ: અમે વિવિધ પોર્ટલ ના માધ્યમ થી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. આ માહિતી આપવાનો અમારો એક માત્ર ઉદેશ્ય છે કે લોકોને ઘરે બેઠા દેશ અને દુનિયાની બધીજ જાણકારી મળી રહે. જે કાઈ પણ માહિતી sarkarisahayyojana.com પર લખવામાં આવે છે તે બીજા પોર્ટલ માંથી લેવામાં આવતી હોઈ છે આથી અમે કોઈ પણ જવાબદારી લેતા નથી. જો તમારે તે માહિતી વિશે વધુ જાણવું અથવા કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો તેની ઓફિશ્યિલ વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને પછીજ કોઈ પણ નિર્ણય લેવો.