You are currently viewing કોરોનાના 5000થી વધુ નવા કેસ નોંધાયા, 12 લોકોના મોત, કોરોનાએ મચાવ્યો હાહાકાર, આરોગ્ય તંત્ર દ્વારા એલર્ટ જાહેર

કોરોનાના 5000થી વધુ નવા કેસ નોંધાયા, 12 લોકોના મોત, કોરોનાએ મચાવ્યો હાહાકાર, આરોગ્ય તંત્ર દ્વારા એલર્ટ જાહેર

Coronavirus Latest Update: કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે કોરોનના કેસો 5000 થી પણ વધુ નોંધાતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ માં આવી ગયું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સૌ કોઈ માસ્ક જરૂરથી પહેરે.




રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,880 જેટલા નવા કોરોનાના કેસો નોંધાયા છે. આમ દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 35,199 પોહચી ગઈ છે. આના સિવાય છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના લીધે 12 જેટલા લોકોના મોત પણ નિપજ્યા છે. દેશમાં સૌથી વધુ મોત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં નોંધાયા છે. આ વાયરસને લીધે દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં 4-4 અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં 1-1 નું મૃત્યુ થયું છે.




દેશમાં હાલ કોરોના વાયરસના એક્ટિવ કેસો કુલ 0.08 ટકા જેટલા છે. આ સિવાય કોરોના વાયરસ થી સજા થવાનો દર 98.73 ટકા સુધીનો છે. આરોગ્ય તંત્રની રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં દરમિયાન 3,481 જેટલા દર્દીઓ કોરોના વાયરસ થી સાજા થયા છે. ભારતમાં કોરોનાથી સાજા થયેલાની સંખ્યા 4,41,96,318 છે.

કોરોના વાયરસને લીધે દરરોજ સંક્ર્મણ થતા લોકોનો દર વધીને 6.91 ટકા પર પોહચી ગયો છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply