Coronavirus Update:- ભારતમાં કોરોનાના કેસો ફરી એકવાર વધવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને પત્ર લખીને કોરોના ના નિયમોને ફરી એકવાર લાગુ કરવાની કડક ચુંચના આપી છે. જે ભારતના જે રાજ્યોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત બીજા આઠ રાજ્યોનો સમાવેશ થાય છે..
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, હરિયાણા અને દિલ્હી આ બધાજ રાજ્યોની સરકારોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ખુબજ કડક વલણ સાથે કોરોનાના નિયમોને સખત પણે પાલન કરવા માટે નિર્દેશ જાહેર કર્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે ભારતમાં કોરોનાના 11,692 નવા કેસો નોંધાયા હતા. અને 19 દર્દીઓના કોરોનને લીધે મોત થયા હતા.
દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાં શુક્રવારના રોજ 11,692 નવા કોરોના કેસો નોંધાયા છે. અને હાલ ભારતમાં સક્રિય કેસો વધીને 66,170 પાર પોહચી ગયા છે. આ ખુબજ ચિંતાજનક વાત કહેવાય.
આવીજ કોરોનાને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.