cyclone biparjoy:- હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોનમાં ભારે થી અતિ ભારે પવનની સાથે વાવાઝોડું ટકરાઈ તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હાલ વાવાઝોડાએ ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ બની છે. હવામાન વિભાગે આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપ્યું છે. આ બિપોરજોય વાવાઝોડાની શરૂઆતની દિશા એ મુંબઈ અને રત્નાગીરી તરફની રહશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તારીખ 8 થી 9 જૂનની આજુબાજુ વાવાઝોડું એ ગુજરાતનાં દરિયા કિનારાની નજીક આવે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
તારીખ 8 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં ભારે પવનની સાથે સાથે વરસાદ પણ આવે તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 9 થી લઈને 11 જૂનના રોજ ગુજરાતનાં દરિયાય કિનારાના વિસ્તારો પર વાવાઝોડાનો ખુબજ મોટો ખતરો તોરાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે તારીખ 9,10 અને 11 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં 50 થી લઈને 100 કિલોમીટરની ઝડપ થી પવન પણ ફૂંકાઈ તેવી શક્યતાઓ રહેલી છે.
હવામાન વિભાગે માછી મારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપી દીધી છે. તેઓએ ગુજરાતના તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.