You are currently viewing વાવાઝોડુ ‘મોચા’ ભયંકર તોફાનમાં ફેરવાયું, આટલા વિસ્તારોમાં અપાયું ઓરેન્જ એલર્ટ, દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

વાવાઝોડુ ‘મોચા’ ભયંકર તોફાનમાં ફેરવાયું, આટલા વિસ્તારોમાં અપાયું ઓરેન્જ એલર્ટ, દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

Cyclone Mocha:-  બંગાળની ખાડી માં ઉદભવેલ વાવાઝોડુ ‘મોચા’ એ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે, આ વાવાઝોડુને લીધે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવનારા બે દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પાડવાની ચેતવણી આપવામાં આવેલ છે. આજ રોજ બપોર સુધીમાં એ વાતનો ખ્યાલ આવી જશે કે વાવાઝોડુ ‘મોચા’ Cyclone Mocha એ કયા માર્ગો પરથી આગળ વધશે.




હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર વાવાઝોડુ મોચા એ બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધી શકે છે. વાવાઝોડાને લીધે ઓડિશા અને બંગાળના પશ્ચિમી દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુરુવાર તારીખ 11 ના રોજ આ વાવાઝોડુ મોચા Cyclone Mocha એ ખુબજ રોદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાન વિભાગે અંદમાન દ્વીપ સમૂહ પર બુધવારે ને તારીખ 10 ના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે.




India Meteorological Department (IMD) દ્વારા જણાવવામાં આવ્યું કે બંગાળની ખાડી પર સર્જાયેલ વાવાઝોડું મોચા શુક્રવાર,ને તારીખ 12 મે સુધીમાં ખૂબ જ ભયંકર રૂપ ધારણ કરી લેશે. આ સમયે પવનની ઝડપ પણ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું એ તારીખ 9 મેના રોજ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરશે. અને તારીખ 10 મેના રોજ વાવાઝોડું ‘મોચા’ આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું મોચા એ તારીખ 12 મેના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાઈ વિસ્તારોની આસપાસ આગળ વધી શકે છે.

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply