Cyclone Mocha:- મોચા વાવાઝોડાએ લઇ લીધું રોદ્રસ્વરૂપ હવામાન વિભાગ દ્વારા બંગાળ અને ઓડિશાને આપ્યું એલર્ટ. આ આફત ને ધ્યાને રાખીને માછીમારો, નાના જહાજો, ખલાસીઓને દક્ષિણપૂર્વ અને બંગાળની ખાંડીને મધ્યે આવેલા આવેલા ભાગોમાં ન જવાની સલાહ અપાય છે. મોચા વાવાઝોડું એ બંગાળને કેટલીક હદ સુધી અસર પોંહચાડશે તેનું હજુ સુધી કોઈ તારણ સામે નથી આવ્યું,
ભારતના દરિયાકાંઠાના ભાગોમાં મોચા વાવાઝોડાનો ખતરો રહેલો છે. આની અસર દેશના બીજા મેદાની વિસ્તારો પર પણ પડી શકે છે. તારીખ 7 મેના રોજ અનેક રાજ્યોમાં ભારે પવન ની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. અત્યારે, બંગાળની ખાડીમાં અને તેમની આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાઈ શકે છે. તારીખ 9 મી મેના રોજ આ વાવાઝોડું એ ડિપ્રેશનમાં પરિવર્તન પામશે. તારીખ 10 મી મેના રોજ આ વાવાઝોડુંએ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વીય અને મધ્ય પૂર્વીય બંગાળની ખાડીમાં અને આંદામાનના દરિયાઈ વિસ્તારોની આસપાસ તોફાન ઉદભવશે. IMD દ્વારા આ વાવાઝોડાની દિશા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે, આ વાવાઝોડું એ બંગાળની ખાડીના વિસ્તારને કેટલીક હદ સુધી અસર પોંહચાડશે તે અંગે હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી.
IMD ના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડાને લીધે બંગાળની ખાડીની આજુબાજુના ભાગોમાં તારીખ 8 મે થી લઈને તારીખ 12 મે સુધીના સમયગાળામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. આજ તારીખો દરમિયાન 8 મેં થી લઈને તારીખ 11 મે સુધીમાં કાંઠા વિસ્તારોમાં. 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આની સાથે સાથે જ ઓડિશાના 18 જેટલા તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.