Cyclone Mocha:- મે મહિનાના છ એક જેટલા દિવસો વીતી ગયા છે અને ભારતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગનું માનીએ તો દેશના અનેક વિસ્તારોના તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તો બીજી બાજુ દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેની સંભાવનાઓ રહેલી છે. ભારતના અનેક ભાગોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી રહી છે તો બીજી બાજુ ઘણા રાજ્યોમાં “મોચા” વાવાઝોડાની (Cyclone Mocha)ની અસરો જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે (રવિવાર) તારીખ 7 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું એ તારીખ 9 મેના રોજ મધ્ય બંગાળની ખાડી પર એક ડીપ ડિપ્રેશન ફેરવાશે. 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થી પવન ફૂંકાઈ શકે છે. 10મી મેના રોજ વાવાઝોડાની આ જ ઝડપ એ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની થાય તેવી સંભાવનાઓ રહેલી છે.
તારીખ 7 મી મેં ના રોજ માછીમારો, નાના જહાજો, બોટ અને પ્રવાસીઓને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શુક્રવારના રોજ દક્ષિણ બંગાળના મેદિનીપુર અને નાદિયામાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે, પરંતુ આ સિવાય ના બીજા જિલ્લાઓમાં વરસાદની કોઈ પણ શક્યતાઓ રહેલી નથી. અને બીજા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાય રહી છે. કોલકાતાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. બીજી બાજુ કોલકાતાની સાથે સાથે દક્ષિણ બંગાળના બીજા જિલ્લાઓમાં પણ આવનારા થોડાકે દિવસોમાં તાપમાન નો પારો 3 થી લઈને 5 ડિગ્રી સુધી પોહચી શકે છે.
સ્કાયમેટ ના જણાવ્યા પ્રમાણે, તમિલનાડુ અને દક્ષિણના આંતરિક કર્ણાટકના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. ભારતના પૂર્વીય વિસ્તારો, સિક્કિમ, આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં, તેમજ તેલંગાણા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ ની શક્યતાઓ રહેલી છે. પશ્ચિમના હિમાલય વિસ્તારોમાં એક કે બે મધ્યમ વરસાદની સાથે સાથે છુટાછવાયા હળવા વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. રાજસ્થાનમાં પણ હળવો વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે આથી ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.. તેમજ પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વરસાદ પડી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.