You are currently viewing સાવધાન આ તારીખે ભુક્કા કાઢી નાખે તેઓ માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે. જલ્દીથી જોઈલો કઈ કઈ તારીખે વરસાદ પડશે

સાવધાન આ તારીખે ભુક્કા કાઢી નાખે તેઓ માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે. જલ્દીથી જોઈલો કઈ કઈ તારીખે વરસાદ પડશે

Gujarat Weather Update:- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા હજુ રહેલી છે. ગુજરાતમાં હજુ પણ ચારેક દિવસ સુધી ઘણા ભાગોમાં પવન અને ગાજવીજની સાથે સાથે કમોસમી વરસાદ પણ પડશે અહીં અમે તમને જણાવીએ કે, એપ્રિલના અંતમાં રાજુલા અને લાલપુર પંથકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી બાજુ જ્યારે રાજકોટ સહિતનાં અનેક જિલ્લાઓમાં છૂટા-છવાયા ઝાપટાં પડ્યા હતા.




આ સિવાય બાબરીયાધાર ગામે ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતા ટ્રકમાં જતાં પાંચ જેટલા લોકો ફસાયા ગયા હતા. અને હરીપર ગામમાં તોફાની વરસાદના લીધે ભાગવત કથાનો ડોમ તૂટી ને નીચે પડી ગયો હતો જેથી કથા સાંભળવા આવેલા અનેક લોકોને ઈજા પોહચી હતી. આ વરસાદના લીધે તો રાજ્યના ખેડૂતો પણ મોટી મુશ્કેલીમાં મુકાય ગયા છે ત્યારે ફરી  હવામાન વિભાગે તેઓની ચિંતામાં વધારો કરતા એક નવી આગાહી કરી છે જેમાં આ અઠવાડિયામાં પણ અનેક વાર વરસાદ પડશે.




હવામાન વિભાગની આગાહી અનુસાર,  તારીખ 3 મેં ના રોજ ગુજરાતના દક્ષિણના અનેક વિસ્તારો જેમ કે ડાંગ, નર્મદા અને તાપી; આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના રાજ્યના ઉત્તર ના અનેક જિલ્લાઓમાં પણ માવઠું ભુક્કા કાઢશે.

તારીખ 4 મેં ના રોજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ જેમ કે દાહોદ, અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠાના વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જામનગર અને રાજકોટમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply