Diabetes Friendly Food: આજના આ સમયગાળામાં ડાયાબિટીસની બીમારી એ ખૂબ જ મોટી સમસ્યા રૂપ બની ગયા છે. આજે 100 માંથી 70 – 80 લોકો આ બીમારીથી પીડાય રહ્યા છે.
ડાયાબિટીસની બીમારી એ જિનેટિક પણ હોઈ શકે છે. પરંતુ ઘણા બધા કેસોમા આ સમસ્યાએ ખરાબ લાઈફ સ્ટાઈલ અને સારો ખોરાક ન ખાવાને લીધે થતી હોય છે.
આ બીમારી એવી છે જે બીજી બીમારીઓને પણ આમન્ત્રિત કરતી હોય છે. ડાયાબિટીસની બીમારીના લીધે ઘણી વાર કિડનીની પણ સમસ્યાઓ,જોવા મળતી હોય છે આ સિવાય હૃદય રોગની સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેસરની સમસ્યાઓ, અને ઘણી વાર સ્ટ્રોક આવતા હોય છે.
ડાયાબિટીસમાં ની બીમારી જે લોકો માં હોય તેઓનું શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ સરખી રીતે કરી શકતું નથી. જેથી હાઈ બ્લડ સુગર વાળા ખોરાકો ને ખાવા પર ડાયાબિટીસના દર્દીઓએ કંટ્રોલ રાખવો જરૂરી છે. પરંતુ ત્રણ એવા પણ ખોરાક છે જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓએ જરૂરથી કરવું જોઈએ.
બ્રોકલી
લીલા શાકભાજીઓએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. પરંતુ બ્રોકલીએ એક પ્રકારનું સુપર ફૂડ કહી શકાય. તેને દરરોજ ખાવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને ઇમ્યુનિટીમાં પણ સારો એવો સુધારો થાય છે.
આખા અનાજ
રોજના ખોરાકમાં હોલ ગ્રીન એટલે કે આખા અનાજને ખાવું જોઈએ.. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવું હોય તો પોલીશ કરાયેલા રાઇસને બદલે બ્રાઉન રાઈસ અને નોર્મલ ઘઉંની જગ્યાએ મલ્ટીગ્રેનમાંથી બનેલી રોટલીજ ખાવી જોઈએ.
દાળ
દાળ એવી એક એવો ખાદ્ય ખોરાક છે જે આપણા બધાના ઘરમાં રોજ અવશ્ય બનતો હોય છે. દાળને મુખ્યતેવે તમે ભાત કે રોટલી સાથે ખાઈ શકો છો. અને દાળ એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. કારણ કે દાળ માં ઘણા બધા પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ થતો હોય છે જેને ખાવાથી સ્વાસ્થ્યને ખુબજ લાભ થાય છે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.