Dragon Fruit Subsidy In Gujarat | kamalam Fruit Subsidy in Gujarat | Dragon Fruit Sahay Yojana | Dragon Fruit Sahay
કમલમની ખેતીમાં ધ્યાન આપો તો રોગ જીવાતના પ્રશ્નો સાવ નગણ્ય,પરંતુ સ્ટ્રક્ચર ઉભું કરવાનો પહેલો ખર્ચ મોટો છે…
ડ્રેગન ફ્રૂટ આપણા માટે હવે નવું ફળ નથી.પાછલાવર્ષોમાં ડેંગ્યું અને ચીકન ગુનિયા રોગ ઉછળ્યા હતા, ત્યારે દર્દીને રક્ત કણો ઘટી જવાનું બનતું હતું.એ વખતે રક્ત કણોની ઉણપ નીવારવા માટે ડોક્ટરો ખાસ ભલામણ કરતાં કે ડ્રેગન ફ્રૂટ ખવડાવો,તે એક દવા જેવું કામ કરશે.

આ બંને રોગના ઘરે ઘરે દર્દીઓ હતા,એટલે ડ્રેગન ફ્રૂટની ઓળખ ઝડપી થઇ હતી.એક દોઢ વર્ષ પહેલા વડાપ્રધાન મોદીજીએ એમના વક્તવ્યમાં ખાસ ડ્રેગન ફળનો ઉલ્લેખ કર્યો હતો.પહેલા તો ચાઇના જેવું ડ્રેગન નામનું ફરીથી કમલમ નામકરણ કરવામાં આવ્યું હતું.સરકારે બાગાયતી પાકમાં સમાવેશ કરી,પહેલા તો ખેડૂતોને કમલમની ખેતી તરફ આકર્ષવા માટે પ્રતિ એકર રૂ.૧.૨૫ લાખ જેવી સબસીડી જાહેર કરી હતી.
ડ્રેગનની ખેતીમાં રોપ કરતાં એનું સ્ટક્ચર ઉભું કરવામાં ખેડૂતોને મોટો ખર્ચ ઉપાડવો પડતો હતો.આ બાબત રાજ્ય સરકારે ધ્યાને લઇ તાજેતરમાં જ કુલ રૂ.૧૬૫૦ લાખની આર્થિક સહાયનો કાર્યક્રમ ઘડી કાઢ્યાની જાહેરાત કરતાં કૃષિમંત્રી રાખવજીભાઇ પટેલે કહ્યું હતું કે સામાન્ય જાતીના ખેડૂતોને હેકટર દીઠ વધુમાં વધુ રૂ .૩ લાખ,અનુ.જાતી અને અનુ.જનજાતીના ખેડૂતોને વધુમાં વધુ રૂ.૪.૫૦ લાખ સહાય આપવાની જોગવાઇ કરી છે.
કમલમની ખેતી બહું જંઝટવાળી નથી.પાણી વધી જાય તો ફૂગના રોગ વકરીને છોડ સૂકાઇ જાય છે.બાકી ફળમાં કોઇ રોગ કે જીવાત લાગ્યાનું છેલ્લા ૪ વર્ષમાં કોઇ ખેડૂતપાસેથી સાંભળ્યું નથી.
સૌથી મોંઘું એના સીમેન્ટ પોલ અને ચક્કરનો ખર્ચ ખીસ્સા ખાલી કરી દે છે.ખેડૂતો જુદા જુદા અંતરે પોલ ખોડીને ખેતી કરી રહ્યાં છે,પણ અનુભવીઓના કહેવા મુજબ ૧૦ ફૂટ X ૧૦ ફૂટનું અંતર વધારે અનુકૂળ છે.
સીમેન્ટ પોલ ખોડ્યા પછી ચારેય ખૂણે ડ્રેગનના રોપ વવાય છે.રાજ્યના બાગાયત વિભાગના ૨૦૨૧ ની નોંધ મુજબ ગુજરાતમાં ડ્રેગનનું વાવેતર કરનાર ૨૭૫ ખેડૂતોએ કુલ ૧૩૬ હેકટરમાં વાવેતર કર્યું છે.જેનું ઉત્પાદન ૬૯૩ મેટ્રીક ટન મળ્યું હતું.જેમાં ટોપટેન કચ્છ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચ, નર્મદા અને નવસારી છે.