You are currently viewing E Shram Card Registration Process 2022 | ઈ શ્રમ કાર્ડની સંપૂર્ણ માહિતી 

E Shram Card Registration Process 2022 | ઈ શ્રમ કાર્ડની સંપૂર્ણ માહિતી 

E Shram Card Step By Step Registration Process 2022 | E Shram Portal Detail in Gujarati | E Shram Online Registration | E Shram Poartal Apply Online | ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પ્રોસેસ.

આપણા ભારત દેશમા ખેતી કે અન્ય વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આવા શ્રમિકોની સહાય માટે સરકાર પણ વિવિધ યોજનાઓ બહાર પાડતી હોઈ છે. પરંતુ ઘણા શ્રમિકો પૂરતી માહિતીના અભાવને કારણે યોજનાઓથી વંચિત રહી જતા હોઈ છે.

આવા મુદ્દાઓને ધ્યાનમા રાખીને શ્રમિકો માટે સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-shram Portal ની શરૂઆત કરવામાં આવી છે.

e-shram Portalનો મુખ્ય ઉદ્વેશ

ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશય અસનગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે પ્રવાસી શ્રમિકો, ઘરકામ શ્રમિકો, ખેતીકામના શ્રમિકો, નિર્માણ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવો.

E-Shram Card ના આધારે શ્રમિકોને સરકારની વિવિધ યોજના ઓનો લાભ આપવાનો છે.

e-shram Portal ની ખાસ વિષેશતાઓ

e-shram Portal દ્વારા 38 કરોડ કે તેથી વધુ અસનગઠિત ક્ષેત્રના શ્રમિકોને ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.

  • આ ડેટાબેઝને તૈયાર કરવા માટે CSC સહયોગ આપશે.
  • બધાજ શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવશે 
  • e-shram Portal પર શ્રમિકોના નામ, સરનામુ, અભ્યાસ, આવડત નો પ્રકાર અને તેના પરિવાર જનોની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • e-shram Card ભારત દેશના દરેક રાજ્યોમાં માન્ય રહેશે જેથી શ્રમિક દેશના ગમેતે રાજ્યમા જાયતો પણ તેને સરકારી યોજનાઓનો લાભ સલાયથી મળી શકે.
  • આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકોને વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે શ્રમિકને રોજગાર આપવામાં આવશે.

E-Shram Card વિશેની માહિતી

Ministry of Labour And Employment દ્વારા 26 ઓગસ્ટ 2021ના રોજ E-Shram Card બનાવની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી.

  • આ કાર્ડની ખાસ વિષેશતા એ છે કે આ કાર્ડને દેશના કોઈ પણ રાજ્યના નાગરિકો બનાવી શકે છે.
  • આ કાર્ડના માધ્યમથી શ્રમિકો સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકશે.
  • E-Shram Card બનાવવા માટે ઈ-શ્રમ પોર્ટલની ઓફિશ્યિલ વેબસાઈટ પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • જો તમારું અલગ E-Shram Card હશે તો Pm સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર રહેશે.જેમાં તમને રૂ.2 લાખ સુધીની દુર્ઘટના વીમો આપવામાં આવશે અને આ વીમાનુ પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.

E-Shram Card નો લાભ કોને કોને મળી શકશે

અસનગઠિત ક્ષેત્રના શ્રમિકોનેજ આ કાર્ડ આપવામાં આવશે અને જે શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને જ આનો લાભ મળશે.

અસનગઠિત ક્ષેત્રના શ્રમિકોની યાદી નીચે આપેલ છે.

  • કૃષિ ક્ષેત્રના શ્રમિકો.
  • સુથાર
  • મિસ્ત્રી
  • આંગણવાડી કાર્યકર
  • વેલ્ડર
  • વાયરમેન
  • ઇલેકટ્રીશીયન
  • પ્લમ્બર
  • મોચી
  • દરજી
  • લોહાર
  • ફેરિયા
  • અગરિયા
  • ગૃહ ઉદ્યોગ
  • વણદ
  • બ્યુટી પાર્લરમાં કામકરનાર
  • કુંભાર
  • રીક્ષા ચાલક
  • રત્ન કલાકાર
  • રસોઈયા

E-Shram Card Registration Document

ભારતના શ્રમિકોને વિવિધ પ્રકારના લાભો આપતુ આ કાર્ડ કઢવવા માટે ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરવાનું હોઈ છે.

ઓનલાઇન રેજીસ્ટ્રેશન માટેની કામગીરી E-Shramની Official Website (https://eshram.gov.in/) પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે.

E-Shram કાર્ડ માટેના જરૂરી ડોક્યુમેન્ટ નીચે આપેલ છે.

  • આધારકાર્ડ
  • આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • બેન્કની પાસ બૂકના પહેલા પેજની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • રહેઠાણનો પુરાવો  

E-Shram Card દ્વારા મળવાપાત્ર સહાય યોજનાનો લાભ

ઈ-શ્રમ કાર્ડના ઘણા બધા ફાયદાઓ છે.અને વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.

આમ મુખ્ય બે ભાગ પાડવામાં આવેલ છે.જે નીચે મુજબ છે.

  • Social Security Welfere Schemes
  • Employment Schemes

આપેલ બન્ને યોજનાઓની વિગતવાર માહિતી નીચે આપેલ છે.

Social Security Welfere Schemes.

ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોને ભારત સરકાર દ્વારા ચલાવામાં આવતી સામાજિક સુરક્ષાની યોજનાઓનો લાભ મળશે.

આ યોજનાઓની માહિતી ટૂંકમાં નીચે મુજબ છે.

Pradhan Mantri Suraksha BimaYojana (PMSBY)

  • Pradhan Mantri Suraksha Bima Yojanaનો લાભ 18 થી 70 વર્ષના ભારતના નાગરિકોને મળવા પાત્ર થશે.
  • PMSBY એ ભારત સરકારના નાણા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
  • વાર્ષિક રૂ.12 નું પ્રિમયમ આ યોજના હેઠળ અકસ્માતમાં મૃત્યુ પામેલાને રૂ 2 લાખ સુધી ની સહાય રકમ આપવામાં આવે છે.
  • National Pension Scheme For Shopkeepers,Traders,and The Self employed person
  • ભારત દેશના 18 થી 40 વય જૂથના નાગરિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • આ યોજનામાં લાભાર્થીએ રૂ.55 થી 200 સુધીનું પ્રિમયમ ભરવાનુ રહેશે.
  • આ પેન્સન યોજના હોવાથી લાભાર્થીને 60 વર્ષ પુરા થયા બાદ 3000 સુધી પેન્સન મળશે.
  • આ પેન્સન યોજના હેઠળ પ્રિમયમની 50% રકમ લાભાર્થીએ અને 50% રકમ કેન્દ્ર સરકારે ભરવાની રહેશે.

Pradhan MantriShram Yogi Maan-Dhan (Pm-SYM) Pension Yojana 

  • 18 થી 40 વર્ષના ભારતીય નાગરિકતા ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ જ આ યોજનાનો લાભ મળશે.
  • Pm-SYM યોજનાના લાભાર્થીને રૂ,3000 સુધીની પેન્શન મળવા પાત્ર રહેશે.
  • આ સહાય યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા લાભાર્થીએ દર મહિને રૂ,55 થી રૂ.200 સુધીનું પ્રીમિયમ ભરવાનું રહેશે.
  • Pm-SYM સહાય યોજનાના લાભાર્થી 15000 થી ઓછી અને EPFO/ESIC/PVPS (Govt .Funds) નો સભ્ય ના હોવો જોઈએ.
  • આ યોજના હેઠળ લાભાર્થી એ 50% રકમ ભરવાની રહેશે અને બાકીની 50% કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya(AB-Pmjay)

  • આ યોજના સ્વાસ્થ્ય વીમા સહાય માટેની છે.
  • આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.5 લાખ સુધીનો વીમો મળવા પાત્ર રહેશે.
  • AB-Pmjayયોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ કોઈ પણ પ્રકારનું પ્રિમયમ ભરવાની જરૂર રહેતી નથી.

Employment Schemes

આપણા દેશના યુવાનોને પૂરતો રોજગાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય યોજના ચલાવવામા આવે છે.

E-Shram Card ધરાવતા શ્રમિકોને નીચે મુજબ ની રોજગાર લક્ષીસહાય યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. 

MGNREGA

  • ભારત દેશના 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • લાભાર્થી શ્રમિકને MGNREGA સહાય યોજના હેઠળ 100 દિવસની રોજગારી આપવામાં આવશે.

Pradhan Mantri Kaushal VikashYojnna (PM KVY)

  • ભારતના 18 થી 45 વયજૂથના નાગરિકોને મળવાપાત્ર રહેશે.
  • આ યોજનો લાભ ધો.12 માં ડ્રોપઆઉટ અને ધો.10 પાસ કરેલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે.

PM-Svanidhi

  • આ યોજનાના લાભાર્થીને રૂ.10000 સુધીની લોન મળવા પાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી આગળ શેરી વિક્રેતાનુ કાર્ડ હોવુ જરૂરી છે.

Deen-Dayal Upadhyaya-GrameenKaushalya Yojana (DDU-GKY)

  • ભારતીય નાગરિક જે કૌશલ્યવર્ધનની તાલીમ મેળવવા માંગતો હોઈ તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • (DDU-GKY) યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ વિસ્તારના ગરીબ નાગરિકોને તાલીમ આપવાનો છે.
  • આ તાલીમ લીધા બાદ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નવો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળે છે.
મિત્રો સાથે શેર કરો

Leave a Reply