You are currently viewing કચ્છમાં 3.1 ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી

કચ્છમાં 3.1 ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને તો કચ્છ અને અમરેલીમાં જેવા વિસ્તારોમાં ભૂકંપના વધુ પડતા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. વાત એવી છે કે, આજે ફરી એકવાર કચ્છ વિસ્તારમાં  ધરતીકંપ નો આંચકો આવ્યો હતો. નોંધવા પાત્ર બાબત એ છે કે, થોડા દિવસ પહેલા પણ કચ્છ વિસ્તારમાં ભૂકંપના આંચકોઓ અનુભવાતા લોકો પોતપોતાના ઘરની બહાર નીકળી પડ્યા હતા.




કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી છે.  કચ્છના ભચાઉમાં આજે ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રિક્ટર સ્કેલ પર આ  ભૂકંપની તીવ્રતા 3.1ની નોંધાઈ છે.  ભચાઉથી આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 22 કિલોમિટર દૂર નોંધાયુ છે. જોકે આ ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારની જાનહાનિના જોવા નથી મળી.

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના આંચકા આવે એટલે જલ્દી થી ઘરની બહાર નીકળી જવું  જોયે.
  • ભૂકંપ આવે ત્યારે વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઊંચી ઈમારતથી દૂર ખુબજ ઉભા રહેવુ જોઈએ.
  • આવા સમયે ઘર કે ઓફિસ બહાર નીકળતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ, સીડીનો જ ઉપયોગ કરવો જોઈએ.
  • તમારા ઘરની આજુ બાજુ જો મેદાન ન આવેલું હોય તો એવી જગ્યા ગોતવી જોયે જ્યા તમે છૂપાઈને બેસી શકો..
  • ભૂકંપ આવે ત્યારે ઘરમાં રહેલા ભારે સામાન અને જેટલી પણ કાચ ની વસ્તુઓ હોઈ તેનાથી દૂર રહેવુ જેથી લાગવાની શક્યતા ન રહે.
  • ભૂકંપ આવે અને જો તમને ક્યાંય પણ ભાગવાનો મોકો ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી ખુબજ મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.

જો તમારે નવું બાઈક લેવાનું હોઈ તો HDFC આપી રહી છે ટુ વ્હીલર લોન આ લોન ની સંપૂર્ણ માહિતી નીચે લિંક પર ક્લિક કરીને મેળવો.




>> https://bit.ly/3XMfqJe

ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?

  • 0થી 2 રિક્ટર સ્કેલઃ આ પ્રકારના ભૂકંપ આવતા તેની અસર ખુબજ ઓછી થતી હોય છે. આને માત્રને માત્ર સીઝ્મોગ્રાફથી જ માપી શકાય છે.
  • 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ પ્રકાના ભૂંકપ આવતા સામાન્ય આંચકો જ અનુભવાય છે. ખુબ થોડી જ અસર થાય છે.
  • 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આવા પ્રકારના ભૂકંપ થી ઘરના પંખાઓ અને ઝુમરો હલવા માંડે છે. તમારી બાજુમાંથી કોઈ ટ્રેન પસાર થઇ હોઈ એવું લાગે છે.
  • 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આવા પ્રકારના ભૂકંપ એ તમને સાવધાન રહેવાનો ઇશારો આપતા હોઈ છે. આ પ્રકાના ભૂકંપ થી દિવાલોમાં પણ તિરાડો પડી જતી હોઈ છે. જે કાચા મકાનો હોઈ છે તે તો સાવ પડીજ જતા હોઈ છે. 
  • 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આવા પ્રકારના ભૂકંપ ખતરનાક હોઈ છે. ફર્નિચરો પણ તેમની જગ્યા પરથી હલવા માંડતા હોઈ છે. વધુ પડતું નુકશાન થાય છે. 
  • 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આવા પ્રકાના ભૂકંપ ખુબજ ખતરનાક માનવામાં આવતા હોઈ છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો પડી જતી હોઈ છે. જેથી કરીને જાનમાલને પણ વધુ નુકશાન થતું હોઈ છે. ઇમારતોમાં તિરાડો પણ પડી શકે છે.




  • 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આવા પ્રકારના ભૂકંપ ખુબજ ખતરનાક હોઈ છે. આ પ્રકારના ભૂકંપ થી બિલ્ડીંગો પણ ધરાશાયી થઇ જતી હોઈ છે. જમીનની અંદરના નાખવામાં આવેલા પાઇપો ફાટી જતા હોઈ છે. આ ભૂકંપ આવાથી વધુ પડતી તબાહી મચી જાય છે. આવો ભૂકંપ નો આંચકો ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો તો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો તો. આવા ભૂકંપે ચારે તરફ તબાહી મચાવી દીધી હતી.  
  • 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આવા પ્રકારના ભૂકંપ આવાથી ચારે તરફ વિનાશ કરી દે છે. સારી સારી ઇમારતો સહિત પુલો પણ પડી જતા હોઈ છે.
  • 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આવા પ્રકારના ભૂકંપ આવવા થી સંપૂર્ણ પણે તબાહી જ સર્જાઇ શકે છે. મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી એવું લાગે છે. સમુદ્ર નજીક હો તો તમને સુનામી આવી હોઈ તેવું લાગે છે.

 

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply