Groundnut Oil prices Hike:- રાજકોટ : તહેવારો પહેલાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સીઝનની શરૂઆત પહેલા જ સીંગતેલમાં ડબ્બા દીઠ વધારો ઝીંકાયો છે. જુલાઈના ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ડામ પડ્યો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, તેલનું માર્કેટ ઉંચકાયું છે. જેને કારણે ખાસ કરીને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
રાજકોટના તેલના માર્કેટના અપડેટ અનુસાર, સિંગતેલના 15 કિલો એક ડબ્બાનો ભાવ 2970 રૂપિયા પર પહોંચી ગયો છે. તેજી અને સટ્ટાખોરીના કારણે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ મગફળીની આવક ઓછી થતા ભાવ વધી હોવાનું વેપારીઓનું કહેવું છે. વરસાદી સિઝનના કારણે મગફળીની આવક ઓછી થઈ છે. તો બીજી તરફ, કપાસિયા અને અન્ય તેલના ભાવમાં પણ વઘારો કરાયો છે.
મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે, ખાદ્યતેલોમાં ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના ભાવ પણ ઉંચે ગયા છે. જુન માસમાં મુખ્ય અને સાઈડ તેલ બંનેમાં તેજી જળવાયેલી હીત, પરંતુ જુલાઈ આવતા જ ભાવ આસમાને ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છે કે, ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. તેલના લેટેસ્ટ ભાવ એવા છે કે, સિંગતેલના ડબ્બાનો ભાવ 2970 રૂપિયા પર પહોંચી ગયો છે, તો કપાસિયા તેલનો ડબ્બો 1720 રૂપિયા પર પહોંચી ગયો છે.
રાજકોટના ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈએ ઝી 24 કલાકને જણાવ્યું કે, ખેડૂતોને પાકનો પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારી પર સરકારે વિચારવાની જરૂર છે. મગફળીનો સ્ટોક પૂરો થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાને લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક મહિના પૂર્વે સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 80 નો ઘટાડો થયો હતો, જે ફરીથી તેમાં તેટલો જ રૂપિયા 70 થી 80 નો વધારો થયો છે. ઉત્તર પ્રદેશથી જે મગફળી આવે છે, તેની આવકમાં રૂકાવટ થતાં ભાવ વધારો થયો છે. સાથે જ મગફળીની આવક વરસાદને કારણે ઓછી થઈ છે. તેથી મગફળીની આવક ઘટતા પિલાણ પણ ઘટ્યું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.