You are currently viewing Education Loan:- જો તમારે અભ્યાસ માટે પૈસાની જરૂરિયાત છે અને લોન લેવા માગો છો? તો આ બેંક તમને આપે છે સાવ સસ્તી લોન

Education Loan:- જો તમારે અભ્યાસ માટે પૈસાની જરૂરિયાત છે અને લોન લેવા માગો છો? તો આ બેંક તમને આપે છે સાવ સસ્તી લોન

Education Loan:- કેટલીક વખત અમુક વિદ્યાર્થીઓ સંસ્થાઓની મોંઘી ફી ભરવાના પૈસા ન હોવાને લીધે અભ્યાસ કરી શકતા નથી અથવા અભ્યાસ માટે વિદેશ જઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં, શૈક્ષણિક લોન જ એક વિકલ્પ બની જાય છે, જેના થકી તમે તમારી મંદ પસંદ કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકો છો.




અત્યારે, સરકારી અને ખાનગી બેંકો સિવાય પણ, ઘણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બેંકો પણ વ્યાજબી દરે શૈક્ષણિક લોન (Education Loan) આપે છે.

જો તમે લોન લઈને ભણવાનું વિચારી રહ્યા છો તો અમે અહીં તમને જણાવી દઈએ કે જે બેંક કે કંપની પાસેથી તમને સૌથી સસ્તી લોન લેવા માંગો છો, તેની બધીજ માહિતી લઈને જ પછી તમારે આગળ વધવું જોઈએ. અમે અહીં તમને અમુક બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે તમને સૌથી ઓછા વ્યાજ દરે શૈક્ષણિક લોન (Education Loan) આપી રહી છે.




સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

હાલમાં આપણા ભારત દેશની સૌથી મોટી બેન્કો માની એક એટલે કે SBI એ સૌથી ઓછા વ્યાજ દરે શૈક્ષણિક લોન (Education Loan) આપી રહી છે. અહીં અમે તમને જણાવી દઈએ કે જો તમે શૈક્ષણિક લોન લેવાનું વિચારી રહ્યા છો તો બેંકનો વાર્ષિક વ્યાજ દર 8.55 ટકાથી શરૂ થતો હોય છે.

SBI બેન્ક એ તમને 50 લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લોન આપે છે. જો તમે 20 લાખ રૂપિયા સુધીની લોન લેવા માંગો છો તો તમને કોઈ પણ પ્રોસેસિંગ ફી લાગતી નથી. બીજી બાજુ, જો તમારે 20 લાખ રૂપિયા કરતા પણ વધારેની લોન લેવા માંગો છો તો તમારે 10,000 રૂપિયા સુધીની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડી શકે છે. આ સિવાય જો તમે 7.5 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લેવા માંગો છો તો તમારે કોઈ પણ સિક્યોરિટી આપવાની રહતી નથી, પરંતુ અહીં અમે તમને જાણવી દઈએ કે જો લોનની રકમ 7.5 લાખ કરતા વધુ હોય તો તમારે સિક્યુરિટી આપવાની રહશે.

પંજાબ નેશનલ બેંક (PNB)

PNB શૈક્ષણિક લોન(Education Loan) પર વ્યાજ દર 8.55 ટકાથી શરૂ થાય છે. આ PNB બેંક માં તમે કેટલા રૂપિયા સુધીની લોન લઇ શકો તેની કોઈ પણ મર્યાદા હાલ નક્કી કરવામાં આવી નથી. અહીં તમે શૈક્ષણિક લોન તરીકે જરૂર હોય તેટલા પૈસાની લોન કરાવી શકો છો. અહીં તમારે PNBમાં પ્રોસેસિંગ ફીના રૂપમાં 250 રૂપિયાની સાથે સાથે GST ચૂકવવું પણ પડશે. આ બેંક માં પણ તમારે 7.5 લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લોન પર કોઈ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહતી નથી, પરંતુ જો તમે 7.5 લાખ કરતા વધુ લોનની રકમ લો છો તો તમારે સિક્યુરિટી આપવી પડી શકે છે.




બેંક ઓફ બરોડા

સૌથી સારા વ્યાજ દરે શૈક્ષણિક લોન (Education Loan) આપતી જો કોઈ બેંક હોય તો તે છે બેંક ઓફ બરોડા. શૈક્ષણિક લોન બેંક ઓફ બરોડાનો વ્યાજ દર 9.15 ટકાથી શરૂ થતો હોય છે. BOB માં તમે 1.25 કરોડ સુધીની લોન લેવા માટે અપ્લાય કરી શકો છો. આ બેંક માં પણ તમારે 7.5 લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લોન પર કોઈ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહતી નથી, જો 7.5 લાખ કરતા વધારે લોન લો છો તો તમારે 1% રકમ ફી તરીકે ચૂકવવી પડી શકે છે. અહીં અમે તમને જણાવી દઈએ કે પ્રોસેસિંગ ફીની મહત્તમ રકમ 10,000 રૂપિયા સુધીની છે.

આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply