You are currently viewing Education Policy | સ્કૂલ માં નહિ મળે એડમિશન જો આટલા વર્ષથી ઓછી હશે ઉમર

Education Policy | સ્કૂલ માં નહિ મળે એડમિશન જો આટલા વર્ષથી ઓછી હશે ઉમર

Education Policy | New Indian Education Policy | Indian Education Policy | primary Education Policy in India 

નવી શિક્ષણ નીતિ અનુસાર દેશની શિક્ષણ પોલિસીમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા આ ફેરફાર માં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો. જે થી દેશના તમામ બાળકો ના શિક્ષણ પર ખુબજ મોટી અસર જોવા મળી શકે છે.




ભારત સરકાર ના શિક્ષણ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક મહત્વની સૂચના આપવામાં આવી છે જેમાં હવે થી કોઈ પણ બાળકને 6 વર્ષની ઉમર પહેલા ધોરણ 1 માં પ્રવેશ આપવામાં નહિ આવે. આ એક ખુબજ મોટો ફેરફાર કહી શકાય.

પહેલા શું હતો નિયમ ? 

2022 ના માર્ચ મહિના માં લોકસભાના એક પ્રશ્ન પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે દેશના અનેક રાજ્યોમાં પહેલા ધોરણમાં પ્રવેશની ઉંમર અલગ અલગ હોય છે. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં બાળકોને 6 વર્ષની ઉંમર ન થાય તે પહેલા ધોરણ 1 માં પ્રવેશ લઇ શકે છે. ગુજરાત, તેલંગાણા, લદ્દાખ, આસામ અને પુડુચેરી એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જેમાં 5 વર્ષના બાળકોને પણ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવે છે.




આની સાથેજ લોકસભામાં આપવામાં આવેલી માહિતીમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, રાજસ્થાન, દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા, ઝારખંડ અને કેરળ જેવા રાજ્યોમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે બાળકોની ઓછામાં ઓછી ઉંમર 5 વર્ષથી વધુ જ હોવી જોઈએ. 28 માર્ચ, 2022ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા લોકસભામાં એક અહેવાલ રજૂ કર્યોત્યારે તે અહેવાલમાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 1 માં બાળકોના પ્રવેશની ઉંમરનું પાલન ન કરવાને લીધે અલગ અલગ રાજ્યોમાં નેટ નોંધણી ગુણોત્તરનું માપન પર ખુબજ મોટી અસર પડી રહી છે.

જો તમારે નવું બાઈક લેવાનું હોઈ તો HDFC આપી રહી છે ટુ વ્હીલર લોન આ લોન ની સંપૂર્ણ માહિતી નીચે લિંક પર ક્લિક કરીને મેળવો.

>> https://bit.ly/3XMfqJe

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનુંસાર વિવિધ પ્રકારના ફેરફારો અને નવા નવા કાયદાઓ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે બાળકોના ભણતરની નવી નવી સામગ્રીઓ બહાર પાડવામાં આવી રહી છે. આને ‘મેજિક બોક્સ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ ‘મેજિક બોક્સ’ને ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બહાર પડ્યું હતું. હાલમાં જોકે ‘મેજિક બોક્સ’ એ માત્ર ફાઉન્ડેશન લેવલના બાળકો માટે જ છે. આ જાદુઈ બોક્સ થી પ્રાથમિક વર્ગના બાળકોમાં અભ્યાસ કરવા પરતીયે રસ અને ઝુકાવ વધારવામાં ખુબજ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ જાદુઈ બોક્સમાં બાળકો માટે રમકડાં, કઠપૂતળી, માતૃભાષામાં રસપ્રદ વાર્તાઓ આપવામાં આવશે. આ સિવાઈ સ્પોર્ટ્સ, પેઈન્ટિંગ, ડાન્સ અને મ્યુઝિક આધારિત શિક્ષણનો પણ મેજીક બોક્સમાં આપવામાં આવશે. 

આવીજ ખુબજ અગત્યની માહિતીઓ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply