You are currently viewing Eeco Van Loan Sahay Yojana 2022 | ઈકો વાન માટે લોન સહાય યોજના

Eeco Van Loan Sahay Yojana 2022 | ઈકો વાન માટે લોન સહાય યોજના

Eeco Van Loan Sahay Yojana 2022 | Maruti Eeco Loan Sahay Yojana | Vehical Loan Sahay Yojana.

[lwptoc title=”ઈકો વાન લોન સહાય યોજનાના મુખ્ય મુદ્દાઓ”]

Eeco Van Loan Sahay Yojana 2022

Social Justice & Empowerment Gujarat દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી સહાય યોજનાઓ અને શિષ્ય્વ્રુત્તીઓ આપવામાં આવે છે.

આવા વર્ગોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા Gujarat Schedule Cast Online Portal નું નિર્માણ કરવામાં આવેલ છે.

GSCDC Portal પર ઈકો વાન માટે લોન સહાય યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થયા છે.

આ સહાય યોજના માટેની પાત્રતા શુ છે? આ યોજનાના ફોર્મ કેવી રીતે ભરવા અને ક્યા-ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે.તો આ આર્ટિકલને અંત સુધી જરૂરથી વાંચજો જેથી તમને સચોટ માહિતી મળી શકે.

Eeco Van Loan Sahay Yojana નો મુખ્ય હેતુ.

આ યોજના નો મુખ્ય હેતુ એ છે કે અનુસૂચિત જાતિના બેરોજગાર પરંતુ ધંધો કરવા માટે શક્તિમાન હોઈ એવા લોકો પોતે આત્મનિર્ભર બને તે હેતુ થી સરકાર દ્વારા ઈકો વાનની ખરીદી પર ખુબજ હળવા દરે લોન આપવામાં આવે છે

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

>> Electric Vehical Subsidy Gujarat । ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના

ઈકો વાન માટે લોન સહાય યોજનાની પાત્રતા

આ ધિરાણ યોજના National Scheduled Castes Finance And Development Corporation દ્વારા ચલાવવામાં આવે છે, આ યોજનાના ફોર્મ GSCDC Online Gujarat દ્વારા સ્વીકારવામાં આવે છે.

આપેલ યોજનાનો લાભ મેળવવા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. જે નીચે આપેલી છે.

  • આ યોજનાનો લાભ મેળવવા માંગતો અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ
  • આ યોજનાના લાભાર્થીની ઉંમર મર્યાદા 21 થી 50 વર્ષની છે.
  • અરજદાર પાસે 4 વિલરનું લાઇસન્સ હોવું જોઈએ.
  • જો લાભાર્થી ગ્રામ્ય વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક રૂ.1,20,000/- અને જો લાભાર્થી શહેરી હોઈ તો તેની વાર્ષિક આવક રૂ.1,50,000/- થી ઓછી હોવી જોઈએ.
  • આપેલ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરતા હોવા ના જોઈએ

મારૂતી સુઝુકી ઈકો વાન માટે મળતી લોનની રકમ અને તેનો વ્યાજદર કેટલો .

આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવે છે. રૂ.4,75,000/- લોનની ફાળવણી નિગમ દ્વારા કરવામાં આવે છે.

અને બાકીના રૂ.25,000/- લાભાર્થીએ આપવાના રહેશે.

મારુતિ સુઝુકી વાન માટે 5.00 લાખ સુધીની લોન મળવાપાત્ર હોઈ છે.

હવે આપણે આ સહાય યોજનાના વ્યાજદરની વાત કરીયે તો આ યોજના હેઠળ લાભાર્થીએ 6% ના વ્યાજદરે પૈસા ચૂકવવાના રહેશે. આ લોન લીધા બાદ લાભાર્થીએ નિયમિત રૂપથી હપ્તા ભરવાના રહેશે.જો હપ્તા નિયમિત ન ભરવામાં આવ્યા તો લાભાર્થીને 2.5% દંડનીય વ્યાજ ઉમેરીને લેવામાં આવશે.

ઈકો વાન લોન માટે જામીનદાર

આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારે જામીનદાર આપવાના રહેશે જેની વિગતો નીચે આપેલ છે

  • જો અરજદાર રૂ.50,000 થી 1,00,000 સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાનો રહેશે.
  • અને રૂ.1,00,000 થી વધુ રકમની ધિરાણ માટે બે જામીન આપવાના રહેશે.
  • જામીનદાર સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા હોવા જોઈએ.
  • લોનની રકમથી દોઢ ગણી રકમની મિલકત ધરાવતી વ્યક્તિના જામીન આપવાના રહેશે

Eeco Van Loan Sahay Yojana માટે ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરવુ.

આ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

  • સૌપ્રથમ અરજદારે Google માં “GSCD Online” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે Screen પર SJE Gujarat ની ઓફિશ્યિલ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
GSCDC Official Website
Image Credit : GSCDC Official Website
  • આ વેબસાઈટ પર નીચે “નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
Image Credit : GSCDC Official Website
Image Credit : GSCDC Official Website
  • હવે Screen પર ગુજરાત અનુસૂચિત જાતિના વિકાસ કોર્પોરેશન,ગાંધીનગર ની નવીન બનાવેલ વેબસાઈટ ખુલશે.
Image Credit : GSCDC Official Website
Image Credit : GSCDC Official Website
  • આ વેબસાઈટના Home Page પર “New User (Register)?” પર ક્લિક કરો
  • ત્યારબાદ Registration For Online Loan Application System પર તમારું Email id ,Mobile no,Passwordઅને Captchaનાખીને Submit પર ક્લિક કરો.
  • Registration ની Process થયા બાદ તમારા મોબાઇલ પર Username અને Password આવશે.
  • હવે તમારે Login for Online Loan Application System પર જોઈને તમારા User Name & Password નાખવાના થશે.
  • ત્યારબાદ GSCDC Online નું Login કર્યાબાદ નંબર-8 પર મારુતિ સુઝુકી ઈકો વાન (GOG સહાયિત) “અરજી હશે” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આમ અરજદારે આધારકાર્ડ નંબર,પૂરું નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની થશે.
  • અને સાથે સાથે અરજદારે પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને Signature અપલોડ કરવાના રહેશે.
  • અરજદારે પોતાની શૈક્ષણીક લાયકાત અને વહાનની વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ Captcha Code નાખીને “save” ક્લિક કરવાનું રહેશે.
  • જો આ અરજીમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોઈ તો edit Application પર ક્લિક કરવાનું રહેશે.
  • અને જો આ એપ્લિકેશન ભરેલ વિગતો સંપૂર્ણ  પણે  સાચી હોઈ તો Conform Application પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે Print Application પર ક્લિક કરીને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

Online Registration Process પૂર્ણ થયગયા બાદની પ્રક્રિયા 

ઈકો વાન લોન સહાય યોજનાની Online Registration Process પૂર્ણ થઈ ગયા બાદ લાભાર્થીએ જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ જવાનું હોઈ છે અને ત્યાં નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોઈ છે.

  • ચૂંટણીકાર્ડ અને રાશનકાર્ડની ઝેરોક્ષ
  • લાભાર્થી દ્વારા અગાઉ સરકારી એજન્સી પાસેથી કોઈ પણ જાતની સહાય મેળવેલ નથી તે અંગેનું સ્ટેમ્પ પેપર પર સોગન્દનામુ.
  • અરજદારના બેંક એકાઉન્ટની પોસ્ડેટેડ ચેક
  • બેન્કમાં કોઈ પણ જાતનું લેણું બાકી નથી તે અંગેનું No DUF certificat
  • રેવેન્યુ સ્ટેમ્પ નંગ-8
  • જો લોનની રકમ રૂ.1,00,000 કરતા ઓછી હોઈ તો સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી
  • અને જો રૂ.100000/- કરતા વધારે ધિરાણ રકમ હશે તો 0.25% અધેસિવ સ્ટેમ્પ તથા બાહેંધરીપત્ર પર રૂ.300/- અને ખાત્રીપત્રક પર રૂ.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવાના રહેશે.

FAQs of Eeco Vehical Loan Yojana

Eeco Van Sahay Yojana ના લાભાર્થીને નિગમ દ્વારા 4,75,000/- સુધીની લોન મળે છે અને બાકીના 25,000 અરજદારે આપવાના હોઈ છે.

આ યોજનાની અરજી GSCDC Online Portal પરથી કરવાની હોઈ છે.

આ યોજનાની લોનનો વ્યાજદર 6% હોઈ છે.અને જો સમય સર લોનની ચુકવણી કરવામાં ન આવે તો 2.5% જેટલો દંડિત વ્યાજ લેવામાં આવે છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply