You are currently viewing Effects of Global Warming | કલાઈમેટ ચેન્જથી ૨૦૫૦ સુધીમાં વિશ્વના ૮૦ ટકા વિસ્તારોમાં પાક થશે જ નહિ

Effects of Global Warming | કલાઈમેટ ચેન્જથી ૨૦૫૦ સુધીમાં વિશ્વના ૮૦ ટકા વિસ્તારોમાં પાક થશે જ નહિ

Effects of Global Warming | Climate Change | Environmental Effects | Global warming

અમેરિકાનું મોટામાં મોટું જળાશય સુકાઈ ગયું : પાણીની તંગી વકરતી જ રહેશે.

બેઇજીંગ | ચાઇનીઝ અકાદમી ઓફ સાયંસના અભ્યાસ મુજબ કલાઈમેટ ચેન્જના પરિણામે પાણીની અછત વધતી જશે અને ૨૦૫૦ સુધીમાં તો જગતના ખેતરવિસ્તારોના ૮૦ ટકા પ્રદેશોમાં કોઈ પાક થશે જ નહિ.




અભ્યાસમાં આજની પાણીની આવક, ખેતીમાં તેનો વપરાશ અને ૨૦૫૦ સુધી દર વર્ષે તેની આવક તથા ખેતીમાં જરૂરિયાતમાં થનાર વધ-ઘટને સમાવી લેવામાં આવી છે. વરસાદનું પ્રમાણ, નદીઓની સ્થિતિ, સિંચાયની સગવડો અને ધરતીની ક્વોલીટીનો અભ્યાસ કરીને આ ત્રણ કાઢવામાં આવ્યું છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

એકમાત્ર ઉત્તર-પૂર્વ ચીનને ફાયદો |

આખા જગતમાં એકમાત્ર ઉત્તર-પૂર્વ ચીનમાં વરસાદમાં વધારો થશે. તેનો સંગ્રહ કરી શકાય તો પાણીની સમસ્યા હલાવી રહેશે. જોકે આ અભ્યાસ ચીનમાં થયો હોવાથી આ દાવો શંકાસ્પદ માનવામાં આવે છે.

૧૦૦ વર્ષમાં પાણીનો વપરાશ ડબલ થયો

અભ્યાસ મુજબ છેલ્લા ૧૦૦ વર્ષમાં દુનિયાની વસ્તીમાં ધરખમ વધારો થવાના કરને ખેતી માટે પાણીની જરૂરિયાત ડબલ થઇ ગઈ છે. અમેરિકાના પશ્રિમ વિસ્તારોમાં જ્યાં કોલોરાડો નદીના પટનું પાણી પૂરું પાડવામાં આવે છે તે પાણી વગરના થઇ ગયા છે.




મોટાભાગના જળાશયો સુકાયા

યુરોપ-અમેરિકા ૧૨૦૦ વર્ષમાં કદી નહોતો પડ્યો એવા દુકાળનો ભોગ બન્યા છે. અમેરિકાનું મોટામાં મોટું જળાશય લેક પોવેલ રીઝર્વોયર, જ્યાં હજારો કરોડ લીટર પાણી સંઘરાયેલું છે, ત્યાં પાણીની સપાટી અડધી થઇ છે. વધુ પાણી ઊડી ન જાય એ માટે પ્લાસ્ટીકના કરોડો બોલથી જળાશયની સપાટી ઢાંકી દેવા જેવા પગલા લેવામાં આવ્યા છે.

ગ્રીન વોટર અને બ્લ્યુ વોટરનો જુદો અભ્યાસ

અભ્યાસમાં દુનિયાના દરેક દેશમાં ગ્રીન વોટર (વરસાદનું પાણી) અને બ્લ્યુ વોટર (નદી, સરોવરો અને ભૂગર્ભ જળ) બંનેનું પ્રમાણ તપાસવામાં આવ્યું. વપરાશનો અભ્યાસ કરી બંને પાણી કેટલું ખેંચશે તેનો જુદો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આગામી ત્રણ દાયકામાં ૬૦ ટકા સિંચાઈ ઘટશે |

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કલાઈમેટ ચેન્જના કારણે વરસાદ બેફામ બનતા સંગ્રહી શકાતો નથી. ગરમી વધતા બાષ્પીભવન વધુ થતું જાય છે. પરિણામે સિંચાઈના પાણીમાં ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૫૦ સુધીમાં સિંચાઈમાં ૬૦ ટકા ઘટાડો થશે. તેની અસરથી ૮૪ ટકા ખેતીવિસ્તારોમાં પાક નષ્ટ થશે. ૧૬ ટકા ખેતીવિસ્તારો આજે નષ્ટ થઇ ગયા છે.




મિત્રો સાથે શેર કરો

Leave a Reply