Electric Motor Pump Set Yojana | Motor Pump Set Sahay Yojana | I khedut Portal | Submersible pump Set Yojana
ખેડૂતોના પાકનું ઉત્પાદન વધે અને ખેડૂતો પ્રગતિશીલ બને તે હેતુ થી Government of Gujarat દ્વારા વિવિધ વિભાગો નું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેમાં બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્ય પાલન વિભાગ વગેરે વિભાગ નું નિર્માણ કરવામાં આવેલ છે.
આ વિભાગો દ્વારા ખેડૂતો માટે અવનવી સહાય યોજનાઓ બહાર પાડવામાં આવતી હોઈ છે. આજે આપણે બાગાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ એક નવીજ યોજના, જેમાં ખેડૂતોને સિંચાઈ માટે ડીજલ/ ઇલેક્ટ્રિક/પેટ્રોલ પંપ સેટ ખરીદી પર સહાય મળી રહી છે.
જેના ફોર્મ IKedut Portal પર ભરવાનું ચાલુ છે.
આ ફોર્મ ક્યાં ક્યાં ખેડૂત ભરી શકે છે?, આ ફોર્મ ભરવા માટે ખેડૂતોને ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપેલ છે. તો આ લેખને સંપૂર્ણ વાંચજો અને બીજા ખેડૂતો સુધી શેર કરજો જેથી તે પણ આ સહાય યોજનાનો લાભ લઈ શકે.
Electric Motor Pump Set Yojana – ઇલેક્ટ્રિક, ડીજલ, પેટ્રોલપંપ સેટ ખરીદી યોજના
આ યોજનાનો લાભ સુરત, ભરૂચ, આણદ, નવસારી, નર્મદા, તાપી, પંચમહાલ, વડોદરા, અને ખેડા જિલ્લાઓના ખેડૂતોને જ મળવા પાત્ર રહશે.
ખેડૂતોને ૧૦ hp ના પંપ સેટ ખરીદ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ ૧૫,૦૦૦/- સુધી બે માંથી જે ઓછુ હશે તે મળશે.
યોજના નું નામ | ઇલેક્ટ્રિક,ડીજલ,પેટ્રોલ પંપ સેટ ખરીદી પર સહાય યોજના |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નો ખેડૂત |
મળવાપાત્ર સહાય | પંપ સેટ ખરીદી કીમત ન અ ૫૦% અથાવા ૧૫,૦૦૦ જે બે માંથી ઓછુ હશે તે મળશે |
આ યોજના ની ઓનલાઈન અરજી | I khedut Portal પર અરજી કરવાની રહશે. |
યોજનાની અરજી કરવા માટે નીછેલ્લી તારીખ | 30/04/2022 સુધી અરજી કરી શકશે |
પંપ સેટ સહાય યોજનાની પાત્રતા
ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાને અમલમા લાવવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોએ ઓનલાઈન અપ્લાઈ કરવનું હોઈ છે જેના માટે બાગાયત વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબની છે?
- લાભ મેળવવા માંગતો ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- પંપ સેટ યોજનાનો લાભ ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓના નાગરિકોને જ આપવામાં આવશે.
- ઇલેક્ટ્રિક, ડીજલ પંપ સેટ ની ખરીદી ખેડૂતોએ અધિકૃત વિક્રેતા પાસેથી જ કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
>> Battery Operated Spray Pump Subsidy 2022 । બેટરી થી ચાલતા સ્પ્રે પંપ પર સહાય યોજના(યોજના વિશે જાણવા અહીં ક્લિક કરો.)
Submersible Pump Set Sahay Yojana Required Documents
આ યોજનાના Online ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- બેંક ખાતા ની પાસ બુક ના પહેલા પેજ ની ઝેરોક્ષ
- 7/૧૨/૮ અ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
Electric Motor Pump Set Sahay Yojana Registeration Process
- આ યોજનની ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોએ Google પર I khedut Portal લખીને સર્ચ કરવાનું રહશે.
- હવે Screen પરI I Khedut Portal (https://ikhedut.gujarat.gov.in/) ની ઓફિસિયલ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- જે ખેડૂતો I Khedut Portal પર પહેલી વાર અરજી કરતા હોય તેઓ એ Portal પર Login પર ક્લિક કરીને માગ્યા મુજબ ની વિગતો ભરી ને Login કરવાનું રહશે.
- ત્યારબાદI I Khedut Portal ની વેબસાઈટ નું Home Page Screen પર દેખાશે આ Home Page પર “યોજના” લખેલ હશે તેના પર કલીક કરવું.
- “યોજના” પર ક્લિક કાર્ય બાદ એક નવું Page Open થશે. આપેજ પર “બાગાયતી યોજનાઓ” માં “વિગતો માટે અહી ક્લિક કરો” પર ક્લિક કરવાનું રહશે.

- અહી ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક નવું પેજ ખુલશે તેમાં ડીજલ/પેટ્રોલ/ઇલેક્ટ્રિક પંપ સેટ ખરીદી પર સહાય યોજના માં “અરજી કરો” પર ક્લિક કરવાનું રહશે.
- હવે અહી માગ્યા મુજબ ની માહિતી ભરવાની રહશે અને છેલ્લે બધીજ માહિતી ને ચેક કરીને Submit કરવાની રહશે.
- અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેમાં આપેલ કચેરીના સરનામાં પર જમા કરવાની રહશે.
FAQ’s Water Pump Subsidy Sahay yojana
1) ઇલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા અમલમા મુકવામાં આવેલ છે?
>> ગુજરાત રાજ્યના કૃષિ, ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ બાગાયત વિભાગ દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવે છે.
2) Water Pump Subsidy Scheme In Gujarat 2022 સહાય યોજનામાં લાભાર્થી ખેડૂતને કેટલા રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર રહશે?
>> ગુજરાત રાજ્યના લાભાર્થી ખેડૂતોને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50% કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
3) પાણીના પં૫સેટ સહાય યોજનાનો ઉદ્દેશ શું છે?
>> ગુજરાતના ખેડૂતો સમય સર ખેતી પાકોમાં સિંચાઈ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.
4) ઇલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?
>> ઇલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પં૫સેટ સહાય યોજનામા અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૨ છે.