અત્યારે ગુજરાત ભરમાં રૂવાળા બાળી નાખે તેવી ગરમી પડી રહી છે આવા સમયે લોકો સૌથી વધુ ઠંડા પીણાં અને આઈસ્ક્રીમનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આઈસ્ક્રીમ બનાવનાર લોકો પણ અવનવા ફ્લેવર માં લોકોને ખાવામાં મોજ પડી જાય તેવી આઈસ્ક્રીમ બનાવતા હોય છે.
આજે અમે એક એવી આઈસ્ક્રીમ વિશે વાત કરવાના છીએ જે તમે સપનામાં પણ નહિ વિચારી હોય કે આનો ઉપયોગ કરીને પણ આઈસ્ક્રીમ બનાવી શકાય.
ભુજ શહેર માં બાપુના વઘારેલા રોટલા તારીખે પ્રખ્યાત જયદીપસિંહ જાડેજા પોતે છાશ અથવાતો દહીં વગરજ પોતે વઘારેલો રોટલો બનાવે છે. કચ્છનું દેશી ભાણું જેના વગર અધૂરું માનવામાં આવે છે, તેવા બાજરાના રોટલાને એક નવા જ અંદાજમાં તેઓએ લોકો સુધી લાવી રહ્યા છે જેમાં તેઓએ વઘારેલો રોટલાની આઈસ્ક્રીમ બનાવીને લોકોને ખવડાવી રહ્યા છે.
આ આઈસ્ક્રીમ નો સ્વાદ લોકોને ખુબજ ગમી રહ્યો છે અને ખાસ કરીને નાના બાળકોને જેઓ અત્યારના સમયમાં રોટલો ખાવાનું પસન્દ કરતા નથી તેઓને પણ આ વઘારેલા રોટલાની આઈસ્ક્રીમ ખાવાની ખુબજ મજા આવે છે.
અમારું તો કેવું છે કે જે પણ બાળકો ઘરે બનાવેલ બાજરાના રોટલા ન ખાતા હોય તેને આ આઈસ્ક્રીમ એક વાર જરથી ખવડાવી જોઈએ.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.