Ghee Price Hike : આજના સમયમાં મોંઘવારીએ તો માંજા મૂકી છે એક સામાન્ય અને મધ્યમ વર્ગના માણસને બે ટાઈમ નું ભોજન લેવું હોય તો પણ વિચાર કરવો પડે છે. પેટ્રોલ, ગેસ ના ભાવો ની સાથે સાથે હવે ઘીના ભાવો માં પણ વધારો થયો છે.
ગયા મહિને ભારતની સૌથી મોટી દૂધ દૂધ વિક્રેતા અમૂલ ડેરીએ પોતાના ઘણા પ્રોડક્ટ ના ભાવોમાં વધારો કર્યો હતો આની સાથે સાથે ઘી ના ભાવોમાં પણ વધારો કર્યો હતો.
આને જોઈને ગુજરાતની અમુક ખાનગી ડેરીઓએ પણ ઘી ના ભાવોમાં વધારો કર્યો હતો. જેમાંતેઓએ 28 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
ફેબ્રુઆરી મહિના માં વધારો કર્યો હતો
ફેબ્રુઆરી મહિનામાંજ અમુલે ગુજરાતના ગ્રાહકોને ખુબજ મોટો ઝટકો આપ્યો હતો. અમુલે પોતાના દૂધ, દહીં, છાસ અને ઘીના ભાવોમાં વધારો કર્યો હતો. આ વધારો કરવા પાછળનું કારણ જણાવતા અમુલે કહ્યું કે ઉનાળાની શરૂઆત થઇ રહી છે અને અગાઉ લમપી વાઇરસ ને લીધે પણ દૂધની આવકોમાં ઘટાડો જોવા મળ્યો હતો આથી જ અમે ભાવો માં વધારો કરી રહ્યા છીએ.
આ પણ વાંચો.
અહીં કાજુ મળે છે બટાટા, ડુંગળીના ભાવે, જાણો
હવે પશુ પાલકોને મળશે રૂપિયા 3 લાખ સુધીની લોન
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.