Gold Price Today:- હાલ લગ્નની સીઝન ચાલી રહી છે આ વચ્ચે સોનાના ભાવોમાં ખુબજ મોટો વધારો જોવા મળી રહયો છે. અત્યારે સોનાના ભાવ ઐતિહાસિક લેવલે પહોંચી ગયા છે અને આજે રોજ સોનાના ભાવમાં ખુબજ મોટો વધારો આવ્યો છે. એક જ દિવસમાં સોનાના ભાવ વધીને રૂ. 900 સુધી પોહચી ગયા છે. જેના લીધે સોનાની કિંમત હાલમાં રેકોર્ડ સ્તર પર પોહચી ગઈ છે. અને આની સાથે સાથે જ સોનાના નવા ભાવ 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના થઇ ગયા છે. સોનાની સાથે સાથે ચાંદીના ભાવોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાના ભાવ (Gold Price)
સોનાના ભાવ વૈશ્વિક બજારોમાં ખુબજ મજબૂત જોવા મળી રહ્યા છે. તારીખ 4 મે, ગુરુવાર ના રોજ રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 900 રૂપિયા થી વધુના ભાવ બોલાય હતા. તારીખ 5 મે ના રોજ સોનાના ભાવમાં Gold Price Today:- 940 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ 940 રૂપિયાના વધારા સાથે સોનાની નવી કિંમત 62 હજાર ને પાર પહોંચી ગઈ છે. પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 62,020 રૂપિયા થઇ ગઈ છે.
ચાંદીની કિંમત (Silver Price)
સોનાની કિંમતની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. અત્યારે ચાંદીની કિંમતમાં રૂ.660નો વધારો જોવા મળી રહ્યો છે. આ વધારાની સાથે હવે થી ચાંદીની નવી કિંમત 76,700 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.