You are currently viewing Green Gram Farming | આ વર્ષે ઉનાળુ મગમાં તાપમાનનો ડખ્ખો ઉતારા ઘટાડશે

Green Gram Farming | આ વર્ષે ઉનાળુ મગમાં તાપમાનનો ડખ્ખો ઉતારા ઘટાડશે

Green Gram Farming | Green gram cultivation | Green gram production in India | Moong Dal

ગત વર્ષે મગનો પાક બગાડતા તૌક્તે વાવાઝોડું ખડું થયું, આ વર્ષે ઊંચું તાપમાન બગાડ માટે વળગ્યું…

 મગના બહુ લાંબા સમયથી સારા ભાવને કરને આ વખતના ઉનાળુ વાવેતરમાં મગને ખેડૂતોએ જરા જોર લગા કે પ્રેમ કર્યો છે, પરંતુ કુદરતે અતિ ઊંચા તાપમાનનો પારો ઉનાળાના પ્રારંભ સાથે દોડાવ્યો છે. મગના છોડ પર લાગેલા છેલ્લા માળના ફાલ-ફૂલ સીંગોને તાપમાન ભરખી ગયું છે. આમ ઉતારામાં ચોક્કસપણે એની માઠી અસર જોવા મળી રહી છે.

Green Gram Farming
Image Credit : Google Download

યાદ રહે ગત વર્ષે ૧૮, મેં આસપાસ મગના ઠીકોઠીક પાકને તૌક્તે વાવાઝોડાએ તહસ-નહસ કરી નાખ્યો હતો. આ વખતે તૌક્તેના સમય પહેલા મગના પાકને કુદરતે વહેલો પકવી નાખ્યો છે. ઉનાળુ સિઝનના પ્રારંભે થોડા પ્રતિકુળ હવામાનને લીધે મગમાં વૃદ્ધિ વિકાસ અટક્યા હતા, પણ સીઝન દરમિયાન કોઈ રોગ કે જીવાતની ઝફા નડી નથી, તેથી હમણાં સુધી મગનો પાક બલે બલે ઉતરવા મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

જામનગરના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામના ભવાનભાઈ મેંદપરા કહે છે કે આ વખતે ઉનાળુ મગની કદર નહિ થાય, ઉનાળાના ધગધગતા દિવસો વહેલા શરુ થવાને લીધે ઝાડવા બળી થતા હોય, ત્યારે મગ જેવા પાકની શું વિસાત? ઊંચા તાપમાનને  લીધે મગનો પાક વહેલા વળી(પાકી) જશે. મગના વીઘા વારાળે ઉતારામાં જરાઈ ભલીવાર નહિ હોય. વીઘે ૫ થી ૭ મણ ઉતરે તો સારૂ કહેવાય.

પોરબંદર તાલુકાના આંબારામાં ગામના જયમલભાઈ મોઢવાડિયા કહે છે કે ચોમાસું ઋતુ પૂર્વેના જે રૂઝાનની આગાહીઓ થઇ રહી છે, ત્યારે પાછોતરા વવાયેલા મગની સ્થિતિ મુશ્કેલ જણાય છે, આમેય અતિ ઉચું તાપમાન, એની વરવી ભૂમિકા તો ભજવશે જ. તાપમાનથી અવધી પહેલે મગ પાકી છૂટ્યા છે. મગના ખેતરોમાં ૫૦ ટકા મોસમ પૂરી થઇ ગઈ છે.

આખરી તબક્કે મગમાં શું બન્યું, તે ઉતારા ઘટશે ?

ઉનાળુ મગની અભ્યાસપૂર્ણ વાત કરતા રાજકોટના પડધરી તાલુકાના કેશુભાઈ પેઢડીયા કહે છે કે ગામમાં ઉનાળુ પાક તરીકે મગ ટોચ પર છે. મારે ૬ વીઘામાં મગ હતા. સામાન્ય રીતે મગમાં ૭૫ થી ૮૦ દિવસે દાતરડા પડે, એના બદલે ૬૫ દિવસે વાઢવાના શરુ કરી દીધા હતા. એપ્રિલ એન્ડમાં એકદમ ઊંચું તાપમાન જવાથી ટોચની કુણી સીંગો દાજી ગઈ હતી. ફાલ ફૂલ સીંગોનો ઉપલો માળ જ ફેઈલ ગયો છે. અતિ તાપને લીધે ૧૦-૧૨ દિવસ મગ વહેલા પાકી ગયા છે. ગત વર્ષે મગમાં સરેરાશ ૧૧-૧૩ મણ ઉતારા હતા. આ વર્ષે સરેરાશ મગના ઉતારા ૭ થી ૯ મણ સુધી મળી રહ્યા છે. ગત સોમવારે રાજકોટ યાર્ડમાં રૂ. ૧૪૧૦ના ભાવે મગ વેચી પણ નાખ્યા છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply