You are currently viewing OMG! આ કંપનીનો શેર, અત્યાર સુધીમાં 1000% સુધીનું વળતર આપી ચુક્યો છે.

OMG! આ કંપનીનો શેર, અત્યાર સુધીમાં 1000% સુધીનું વળતર આપી ચુક્યો છે.

શેરબજારમાં ઘણા બધા એવા શેર છે, કે જેણે ગત બે દાયકા ની અંદર ખુબજ જબરદસ્ત વળતર આપ્યું છે. અને આ શેરોએ બમણું કે દસગણું નહિ પણ તેને હજારોગણું વળતર આપ્યું છે. આજે આ લેખમાં અમે તમને અમુક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ કે , એ શેરએ 5 વર્ષમાં રોકાણ કરનારાના ઓ ને 1000 ટકા સુધીનું વળતર પણ આપ્યું છે. આ શેર એ દર વર્ષે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.




અમને મળેલી માહિતી પ્રમાણે 5 વર્ષમાં 1000 ટકા જેટલું વળતર આપનાર શેરનું નામ ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા છે. ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા ના  શેર ઘણા રોકાણકારો માટે મલ્ટીબેગર પણ સાબિત થયો છે. અમુક મહિનાથી આ શેરમાં ઘટાડો જોવા પણ મળી રહ્યો છે.

જયારે ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયાના શેરનો ભાવ 235 રૂપિયા થી લઇ અને 2603 રૂપિયા ના સ્તર પર પહોંચી ગયો છે. જો કે, આ એક મહિનામાં આ શેરનો ભાવ 7 ટકા જેટલો ઘટી ગયો છે.




આ શેરમાં રોકાણકારે 5 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યુ હોત,  તો તેના રોકાણની કિંમત વધીને 11,06,275 રૂપિયા સુધી થઇ હોત.

માર્ચ 2020-21 માં કોરોના મહામારીના કારણે શેર બજારમાં ખુબજ ભારે ઘટાડો આવ્યો હતો.અને કોરોના સમયે આ શેર 275 રૂપિયા પર પહોંચી ગયો હતો અને આ  શેરે જોરદાર આગળ વધી અને 2603 રૂપિયાના સ્તરને પોચી ગયું હતું.




ત્યરબાદ 2020 થી 2023 સુધી ફક્ત 3 વર્ષના સમયમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયાના શેરે ઈન્વેસ્ટરોને 850 ટકાનું વળતર પણ આપ્યું છે. અને 5 વર્ષમાં આ વળતર 1000 ટકા જેટલું વધ્યું છે. આથી એ સ્પષ્ટ થાય છે કે  શેરે રોકાણકારોને કોરોના સમય દરમિયાન સૌથી વધારે કમાણી કરાવી છે.

ખાસ નોંધ:- અહીં જે પણ શેર વિશે માહિતી આપવામાં આવે છે તે માત્ર તમારી જાણકારી માટેજ છે જો તમે આ સેર માં રોકાણ કરવા ઈચ્છો છો તો એકવાર તમારા ફાઈનેંન્સીઅલ એડવાઈઝરની સલાહ અવસય લેવી. અમે કોઈ પણ જવાબદારી લેતા નથી.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply