Ambalal Patel Scary Forecast:- ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલવાની શરૂ કરી દીધી છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 23મી સુધી મેઘરાજાની ગુજરાતમાં જમાવટ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, વરસાદ દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ વહન કરશે. રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આજે ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સુરત, તાપી ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.
તેમણે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગરમાં તથા દાહોદમાં વરસાદ થઈ શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે અમદાવાદમાં વરસાદની આગાહી કરતા જણાવ્યુ કે, અહીં પણ વરસાદ રહેશે. અહીં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે.
બુધવારે રાજ્યમાં વરસાદની આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં આવતીકાલે અતિભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.બુધવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરત અને ભરુચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે સવારે સુરતમાં ધીરી ધારે શરૂ થયેલો વરસાદ બપોર થતા જ ધોધમાર વરસ્યો છે. જોત-જોતાંમાં વિચારવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સુરતનો કતારગામ વિસ્તાર, રાજન, વરાછા, અઠવાલાયક, ઉજણા, પાંડેસરા સહિતની તમામ જગ્યા ઉપર પાણી ભરાવાને લઈને મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનને કામગીરી કયા પ્રકારની છે, તેના દ્રશ્યો સામે આવ્યા છે.
વરસાદને લઈ જનજીવન પર પણ અસર જોવા મળી હતી. જોકે તંત્રની બેજવાબદારીને લઈને હાલ સુરતના લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. સતત આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે સુરત કયા પ્રકારની પરિસ્થિતિમાંથી પ્રસાર થશે તે જોવાનું રહ્યું
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.