You are currently viewing Gujarat Dragon Fruit Subsidy | કમલમ ફ્રૂટની ખેતી માટેની સહાય.

Gujarat Dragon Fruit Subsidy | કમલમ ફ્રૂટની ખેતી માટેની સહાય.

Gujarat Dragon Fruit Subsidy | kamalam Fruit Farming Subsidy | IKhedut Portal | Gujarat Government Schemes For Farmers | 50% Subsidy To Farmer For Dragon Fruit Cultivation | કમલમ ફ્રુટ ની ખેતી માટે ગુજરાત સરકાર ખેડૂતો માટે વાવેતર ખર્ચ ના 50% સુધી ની સબસીડી આપી રહી છે.

Dragon (kamalam) Fruit Farming in Gujarat | ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતી

આજે, ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતી માં કંઈક નવું કરવું તેવો અભિગમ લઇ ને નવા નવા પાકો નું વાવેતર કરી રહ્યા છે અને અવનવી સિદ્ધિઓ હાસિલ કરી રહ્યા છે.

ત્યારે આપડા ગુજરાત રાજ્ય માં બાગાયત ક્ષેત્રે નવાજ પાક તરીકે ઉભરી આવતો પાક એટલે કે ડ્રેગન ફ્રુટ. ડ્રેગન ફ્રુટ એ સામાન્ય રીતે ઔષધિ ગુણૉ થી ભરપૂર હોઈ છે, અને તેમાં સારા એવા પ્રમાણ માં પોશક તત્વો રહેલા હોઈ છે. જે મનુષ્યના શરીર માટે તો ઉપયોગી છેજ પરંતુ તેટલાજ પ્રમાણમાં  જમીન ની ફળદ્રુપતા માટે પણ ઉપયોગી છે. તેથીજ ખેડૂતો આ પાક તરફ વળી રહ્યા છે.

પરંતુ ડ્રેગન ફ્રુટ નું પ્લાન્ટેશન ખુબજ ખર્ચાળ અને લાંબા સમયે તેનું ઉત્પાદન મળતું હોવાથી ઘણા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતો આવા પાક નું વાવેતર કરી સકતા નથી.

આથી, આવા ખેડૂતો ની સહાય માટે રાજ્ય સરકાર આગળ આવી છે. અને ખેડૂતો નવા નવા પાકો નું વાવેતર કરી ને અવનવી સિદ્ધિ હાસિલ કરે. તે માટે ખેડૂતો ને પ્રોત્સાહન રૂપી સહાય યોજના બહાર પાડે છે.

આ લેખ માં આપણે આવીજ એક સહાય યોજના એટલે કે ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે સરકાર 50% સુધી ની સહાય આપે છે. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશુ.

Purpouse of kamlam fruit farmig subsidy/કમલમ ફ્રુટ ખેતી માટે ની સહાય યોજના નો હેતુ.

આજે દિવસે ને દિવસે ઝેર યુક્ત આહાર ને લીધે આપણું સ્વાસ્થય બગડી રહ્યું છે આવા સમયે ડ્રેગન ફ્રુટ એટલે કે ( કમલમ ફ્રુટ) સારા એવા પ્રમાણ માં સહાય રૂપ બની શકે છે કારણ કે તેમાં વિટામિન સી, કેલ્શિયમ અને એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.

જે શરીર માં બ્લડ પ્રેશર ના પ્રમાણ ને જાળવવા માટે મદદરૂપ બની રહે છે, અને સાથે તે ડાયાબિટસ ને પણ રોકવા માં મદદ રૂપ થાય છે. આવા બધા ફાયદાઓને લીધે જ સરકાર પણ આવા પાકો નું વાવેતર પ્રમાણ વધે તે માટે સહાય આપે છે. Dragon (Kamalam) Fruit Farming Subsidy ની I KHEDUT PORTAL પર અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થયેલ છે.

યોજના નું નામ ગુજરાત ડ્રેગન ફ્રુટ ફાર્મિંગ સહાય
યોજના ના લાભાર્થી ગુજરાત રાજ્ય ના ખેડૂતો
ભાષા ગુજરાતી અને અંગ્રેજી
આ યોજનાનો ઉદેશ્ય ઔષધિ ગુનો થી ભરપૂર ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવા માટે ખેડૂતો ને પ્રોત્સાહન રૂપી યોજના અમલમાં મૂકી છે.
આ યોજના દ્વારા ખેડૂત ને મળવા પાત્ર સહાય રકમ ખેડૂતો ને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 2.50/- લાખ/હેકટર ખેડૂતોને ખર્ચના 50% મુજબ 1.25 લાખ સુધી ની સહાય મળશે.
અરજી કરવા માટે ની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવા ની છેલ્લી તારીખ 30/1/2022

ડ્રેગન ફ્રુટ યોજનાની પત્રતા. ( eligibility of dragion fruit)

ગુજરાત રાજ્ય ના બાગાયત વિભાગ દ્વારા બહાર પાડવા માં આવેલ ડ્રેગન ફ્રુટ ના વાવેતર ખર્ચ માટે ની સહાય યોજના નીચે જણાવેલ સરતો અને નિયમો ના આધારે આપવામાં આવશે.

 • અરજી કરનાર ખેડૂતો ને પોતાની માલિકી ની જમીન ધરાવતા હોવા જોઈએ.
 • ડ્રેગન ફ્રુટ નું વાવેતર માટે નું પ્લાનટેશન મટેરિઅલ NHB (National Horticulture Board) રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા ઍક્રિડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતા ની નર્સરી માંથી ખરીદવા નું રહશે.
 • આ અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજ્ય નો હોવો જોયે.
 • સમિતિ દ્વારા રજીસ્ટર થયેલ નર્સરી અને ટીસ્યુ લેબ પાસેથી પણ પ્લાન્ટિંગ મટેરીયલ ખરીદી કરી  શકાશે.

ડ્રેગન ફ્રૂટ ની ખેતી માટેની સહાય યોજના નું સહાય ધોરણ

રાજ્ય સરકાર ખેડૂતોને કમલમ ફ્રૂટની ખેતી કરવા માટે વિવિધ પ્રકારની સહાય ખેડૂતના બેન્ક ખાતામાં જમા કરે છે, જે નીચે મુજબ ની હોય છે.

 • ડ્રેગન ફ્રુટ ની આ યોજના હેઠળ લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદા માં ખેડૂતો ને સહાય આપવામાં આવશે.
 • લાભાર્થી ખેડૂતો ને યુનિટ કોસ્ટ અંદાજિત રુ .2.50 લાખ હેક્ટર ની મર્યાદા માં કરવા ની રહશે ખેડૂતે કરેલા ખર્ચ ના 50% અથવા રુ 1.25 લાખ ની સહાય હેક્ટર ને ધ્યાને લઇ ને આપવા માં આવશે.

ડ્રેગન ફ્રૂટ સહાય યોજના મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ 

ખેડૂતો ને ડ્રેગન ફ્રુટ ની સહાય મેળવવા માટે I KHEDUT PORTAL પર ઓનલાઇન એપ્લિકેશન ભરવા નું હોઈ છે, આના માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ ની જરૂરિયાત હોઈ છે.

 • ખેડૂત ના આધાર કાર્ડ ની ક્ષેરોક્ષ.
 • રાશન કાર્ડ ની ઝેરોક્ષ.
 • બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ
 • જમીન સયુંકત ખાતેદાર તરીકે હોઈ તો તેવા કિસ્સા મા 7-12 અને 8-અ જમીન માં અન્ય ખેડૂત ના સંમતિ પત્ર.
 • જો કોઈ ખેડૂત મિત્ર દિવ્યાંગ હોઈ તો તે દિવ્યાંગ ધરાવતા હોવાનું પ્રમાણ પત્ર
 • જે ખેડૂત S.T અને S.C હોઈ તે જાતિ નું પ્રમાણ પત્ર ( લાગુ પડતુ હોઈ તે)
 • જો કોઈ ખેડૂત સહકારી મંડળી ના સભ્ય હોઈ તો તેની વિગતો ( લાગુ પડતું હોઈ તે)
 • જો કોઈ ખેડૂત દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોઈ તો તેની વિગત જણાવી ( લાગુ પડતું હોઈ તે)
જો આ માહિતી તમને ઉપયોગી થઇ હોઈ તો તમારા મિત્રો સાથે શેર  કરજો જેથી તે પણ આ સહાય નો લાભ મેળવી શકે.
મિત્રો સાથે શેર કરો

This Post Has 2 Comments

Leave a Reply