Gujarat Farmer Smartphone Sahay Yojana । IKhedut Portal । Smartphone Sahay Yojana । ગુજરાત રાજ્યના બધાજ ખેડૂતો ને સ્માર્ટ ફોનની ખરીદી પર 10% સુધી ની સહાય.
Smartphone Sahay Yojana (સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય)

આજ ના આ ટેકનોલોજી ના યુગ મા બધાજ ક્ષેત્રો માં ડિજિટલ સેવાઓ નો વ્યવસાય વધી રહ્યો છે. ત્યારે કૃષિ ક્ષેત્રે પણ ખેડૂતો I.T ટેકનોલોજી ના ઉપયોગ થકી નવી નવી તકનીકો અપનાવી અને અવનવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યાં છે.
ટેકનોલોજી ના ઉપયોગથી ખેડૂતોની આવક માં પણ દિન-પ્રતિદિન વધારો થય રહ્યો છે. અને સાથે સાથે ખેડૂતો ડિજિટલ ટેકનોલોજી દ્વારા વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ના ઉપદ્રવ ની માહિતી, નવી નવી ખેતી માં ઉપયોગી પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતા ની સહાય યોજનાઓ ની માહિતી મેળવી શકે છે.
જેના માટે ખેડૂતો ને અવાર નવાર સ્માર્ટ ફોન ની જરૂરિયાત પડ્યા કરે છે.
આ બધી જ વાતોને ધ્યાન માં રાખી ને આપણા રાજ્ય ની ગુજરાત સરકારે ખેડૂત માટે સ્માર્ટફોન સહાય યોજના અમલ માં મુકી છે.
જેમાં ખેડૂતો ને સ્માર્ટ ફોન ની ખરીદી પર 10% સુધી ની સહાય આપવા માં આવશે. આ યોજના ની સંપૂર્ણ માહિતી નીચે જણાવેલ છે.
સહાય યોજના નું નામ | સ્માર્ટ ફોન ની ખરીદી પર સહાય. |
અરજી કરવા માટે ની ઉપલબ્ધ ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
સહાય યોજનાના લાભાર્થી | ગુજરાત રાજ્ય ના ખેડૂતો |
લાભાર્થી ને મળવા પાત્ર સહાય | ખેડૂતો 15000 સુધી નો મોબાઇલ ખરીદે તો રૂ.1500 અથવા 10% સહાય |
અરજી કરવા માટે ની વેબસાઈટ | https://Ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવા માટે ની છેલ્લી તારીખ | 19/12/2021 |
સ્માર્ટફોન ખરીદવા માટેની સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા.
ગુજરાત રાજ્ય ના ખેડૂતો સ્માર્ટફોન પર સહાય મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોયે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂતો પોતાની માલિકી ની જમીન ધરાવતા હોવા જોયે.
- ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એકજ વાર સહાય મળી સકસે .
- જો લાભાર્થી ખેડૂત સયુંકત ખાતેદાર હોય તો તેને I KHEDUT PORTAL માં દર્શાવેલ ખાતેદાર પૈકી એકજ ખાતેદાર ને લાભ મળી સકશે.
સ્માર્ટફોન ની સહાય યોજના માં અરજી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ.
ખેડૂતે સ્માર્ટ ફોન સહાય યોજના મેળવવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
- બેંક ખાતા ની પાસ બુક ની ઝેરોક્ષ.
- સ્માર્ટ ફોને ખરીદી કરેલ હોવા અંગે નું GST નંબર ધરાવતુ પાકુ બિલ.
- મોબાઈલ ફોન નો IMEI નંબર.
- ખેડૂત ના જમીનના ડોક્યુમેન્ટ.
- 8-અ ની નકલ.
- રદ કરેલ ચેક ની નકલ.
સ્માર્ટફોન સહાય યોજના ના ઓનલાઇન ફોર્મ ભરવા માટે ની પ્રક્રિયા
ખેડૂતોએ સ્માર્ટફોન સહાય યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો google પર I KHEDUT PORTAL લખી ને સર્ચ કરવા નું રહેશે.
હવે ખેડૂતોએ I KHEDUT PORTAL Website પર click કરવાનું રહેશે.
આ વેબસાઈટ પર click કાર્ય બાદ હવે screen પર એક નવું page open થશે જે I KHEDUT PORTAL નું Home Page છે.
આ Home Page પર “યોજના “ લખેલું હશે તેના પર click કરશો એટલે એક નવું page open થશે જેમાં ઘણી બધી યોજના ઓના નામ લખેલા હશે.
આમા થી આપણે ખેતીવાડી ની યોજનાઓ પર click કરવા નું રહેશે.
“khetivadini Yojana” open થયા બાદ “સ્માર્ટ ફોન ની ખરીદી પર સહાય” યોજના પર click કર્યા બાદ નવુ page open થશે.
જો તમે અગાઉ I KHEDUT PORTAL પર રજિસ્ટર કરેલું હોઈ તો “હા” સિલેક્ટ કરવુ નકર “ના” સિલેક્ટ કરવું.
તમે અગાઉ રજિસ્ટર “ના” કરેલું હોઈ તો રજિસ્ટર કરવા માટે online અરજી કરવા ની રહેશે.
અને જો તમે અગાઉ રજિસ્ટર કરેલું હોઈ તો તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર ફીલ કરવા ના રહેશે.
લાભાર્થી ખેડૂત દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી ની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ” કરવી.
લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઇન અરજી એક વાર કન્ફોર્મ કર્યા બાદ application નંબર માં કોઈ સુધારો થશે નહીં.
આ અરજી ની પ્રિન્ટ કરી ને જરૂરી સહી અને સિક્કા કર્યા બાદ આપણા વિસ્તાર ના ગ્રામ સેવક તથા સંબન્ધિત તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) ડોક્યુમેન્ટ સાથે આપવા ની રહેશે.
» Vanbandhu Sahay Yojana | ફળપાકોના વાવેતર માટે 90% સુધીની સહાય
» Gujarat Dragon Fruit Subsidy | કમલમ ફ્રૂટની ખેતી માટેની સહાય.
Pingback: Gujarat SmartPhone Yojana Big Changes in 2022 | સ્માર્ટફોન યોજનામાં થયો મોટો ફેરફાર