Gujarat Government Subsidy Loan For Small Business | Small Business Loan | gujarat loan | msme Loan GUjarat | GSDC registerati | નાના પાયાની લોન યોજના ૨૦૨૨
Gujarat Government Subsidy Loan For Small Business 2022
ગુજરાત રાજ્યની અનુસુચિત વિકાસ કોર્પોરેસન દ્વારા સમાજની અનુસુચિત જ્ઞાતિઓ માટે વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. આ યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે માટે GSCDC Online પોર્ટલ નું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલ ના માધ્યમથી અનુસુચિત જ્ઞાતિના લોકો નીગમ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ધિરાણ માટે ની યોજના ઓનો ઘરે બેઠા online ફોર્મ ભરી શકે છે.
આ પોર્ટલ હેઠળ વિવિધ પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. જેમકે થ્રી વિહલાર માટે લોન યોજના, મારુતિ સુજુકી ઇકો વન પેસેન્જર ફોર વિહલર યોજના નાના પાયાની લોઅન યોજના વગેરે યોજનાઓ ના ફોર્મ ઓનલાઇન ભરાય રહ્યા છે.
આજે આ લેખમાં અમે આપને નાના પાયાની લોન યોજના વિશે સંપૂણ માહિતી આપીશું તો આ લેખને અંત સુધી વાંચજો.
નાના પાયાની લોન યોજના નો મુખ્ય ઉદેશ્ય
આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અનુસુચિત જ્ઞાતિના બેરોજગાર પરંતુ ધંધો કરવા માંગતા હોય તેવા નાગારીકો માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી તેઓ પણ small business યોજનાનો લાભ લઇ ને પોતે આત્મનિર્ભર બની સકે.
આ યોજના હેઠળ લાભાર્થીને નીચે પ્રકારના વ્યવસાયઓ શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.
- Pashupalan (પશુપાલન)
- Provision Store (કરિયાણાની દુકાન)
- Dairy Parlour (ડેરીપાર્લર)
- Pashu Ahar kendra (પશુ આહાર કેન્દ્ર)
- Mobile and Computer Reparing Shop (મોબાઈલ અને કોમ્પુટર રીપેરીંગ ની દુકાન)
- Auto Rieksha (ઓટોરીક્ષા) ખરીદી માટે
- Loading Vehicale (ભાર વાહનો ખરીદવા માટે)
નાના પાયાની લોન યોજના ની પાત્રતા
ગુજરાત અનુસુચિત જાતી વિકાસ કોર્પોરેસન ગાંધીનગર દ્વારા આ ધિરાણ યોજના અમલમાં મુકવામાં આવીછે . જેની ઓનલાઈન અરજીના ફોર્મ GSCDC ONLINE PORTAL દ્વારા સ્વીકારવામાં આવે છે.
આ ધિરાણ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી નીચે મુજબ ની પાત્રતા ધરવતો હોવો જોઈએ.
- લાભાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ.
- અનુસુચિત જાતિનો બેરોજગાર હોવો જોઈએ.
- લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ વચ્ચે ની હોવી જોઈએ.
- આ યોજના માં લાભ મેળવવા માંગતા અરજદારના કુટુંબ ની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર કે અરજદારના કુટુંબ ના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરી માં નોકરી કરતા ન હોવા જોઈએ.
- Small Business Loan યોજના માટે અરજી કરતા લાભાર્થી દ્વારા પેહલા કોઈ પણ સરકારી અર્ધ સરકારી બેંક પાસે થી લોન લીધેલ ન હોવી જોઈએ.
Small Business Loan યોજના હેઠળ મળવાપાત્ર રકમ
અનુસુચિત જાતિ નિગમ દ્વારા રૂ. ૯૫,૦૦૦/- સુધી ની લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થી દ્વારા રૂ. ૫,૦૦૦/- આપવાના હોય છે.
આમ કુલ રૂપિયા રૂ. ૧,૦૦,૦૦૦/- લાખ સુધી ની સહાય મળતી હોય છે.
Gujarat Small Business Loan Schemes નો વ્યાજદર
Gujarat Scheduled Caste Devlopment Corporation ( GSCDC ) દ્વારા સ્મોલ બિઝનેસ લોન યોજના માટે વ્યાજ દર નક્કી કરવામાં આવેલ છે. જે નીચે આપેલ છે.
- નાના પાયાની લોન યોજનાનો વ્યાજ દર ૩% છે.
- આ યોજના હેઠળ લીધેલ લોન ના 60 હપ્તા વ્યાજ સહીત ભરવા ના રહશે.
- આ યોજનાના હપ્તા નિયમિત ન ભરનાર લાભાર્થી પાસે થી ૨.૫% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
small business લોન માટે જામીનદાર
નાના પાયાની લોન યોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થીને જામીનદાર આપવાના રહશે.જેની માહિતી નીચે આપેલ છે.
- જો લાભાર્થી ને ફક્ત ૫૦,૦૦૦ સુધી ની લોન મેળવવી હોય તો એક પણ જામીન આપવાના રેહતા નથી.
- અને જો રૂ.૫૦,૦૦૦/- થી ૧,૦૦,૦૦૦/- સુધી ની લોન મેળવવી હોય તો એક જામીન આપવાનો રહે છે.
- આ જામીનદાર સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતો હોવો જોઈએ.
- જામીન માટે જામીનદાર આગળ લોન ની રકમ કરતા દોઢ ગણી રકમ ની મિલકત પોતાના નામે હોય તેવા જ જામીનદાર ની જામીન લેવામાં આવશે.
Guajrat Government Small Business Loan schemes Required Document
નાના પાયાની લોન યોજનાના ફોર્મ GSCDC online Portal પરભરવા ના હોય છે. જેના માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઇસન્સ પેક્કી કોઈ પણ એક
- અરજી કરનારનું આધારકાર્ડ
- જાતી નો દાખલો
- જન્મતારીખ નો દાખલો
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- લાભાર્થી ની સહી નો નમુનો અને તાજેતર માં પાડેલ પાસપોર્ટ સાઈઝ ફોટો.
Small Business Loan Scheme Online Apply
small business લોન યોજના માટે ઓનલાઇન અરજી ની પ્રક્રિયા નીચે આપેલ છે.
- અરજી કરવા માટે સોં પ્રથમ લાભાર્થી એ GOOGLE પર GSCDC Online લખીને સર્ચ કરવાનું રહશે.
- હવે આપને Screen પર sje.gujarat.gov.in ની ઓફીશ્યલ વેબસાઈટ જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહશે.

- ત્યાર બાદ તેમાં “નિગમની યોજના ઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક” કરવાનું રહશે.

- હવે અહી ક્લિક કર્યા બાદ Gujarat Scheduled Caste Devlopment Corporation ની નવીન બનાવેલ પોર્ટલ ખુલશે.

- નિગમ ના પોર્ટલ પર Home page પર “New User ( Register )” પર ક્લિક કરવાનું રહશે.
- હવે અહી Registration for online loan Application System માં તમારા e-mail , મોબઈલ નંબર, પાસવર્ડ, કેપચા નાખીને રજીસ્ટર કરવવાનું રહશે.
- હવે જે મોબાઈલ નંબર તમે એપ્લીકેશન રેજીસ્ટ્રેશન દરમિયાન આપેલ હોય તે નંબર પર Username અને Password આવશે.
- Login for Online Loan Application System પર જઈને તમારા Username password દ્વારા Login કરવાનું રહશે.
- login કર્યા બાદ તમને વિવિધ પ્રકાર ની યોજનાઓ જોવા મળશે તેમાંથી તમારા પહેલા નંબર ની યોજના એટલે નાના પાયાની યોજના (NSFDC) (2018 -19) “અરજી કરો” પર ક્લિક કરો.
- અરજી પર ક્લિક કર્યા બાદ લાભાર્થી એ પોતાની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરું નામ પૂરું સરનામું વગેરે માહિત્ગી ભરવાની રહશે.
- લાભાર્થએ પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાની રહશે.
- ત્યારબાદ લાભાર્થી એ પોતાની શેક્ષણિક લયકાત તથા નાના પાયાના વ્યવસાય ની વિગતો ભરવાની રહશે.
- જો લાભાર્થીએ આઈ.ટી.આઈ. કે ઈ.ડી.આઈ (ઉદ્યોગ સાહસિકતા સંસ્થા) માં જો તાલીમ મેળવેલ હોય તો તેની માહિતી ભરવાની રહશે.
- ઉપર ની બધીજ માહિતી ભર્યા બાદ બધીજ માહિતી ને એકવાર ચકાસી લેવી.
- માહિતી ચકાસ્યા બાદ જ Captch code નાખીને “Save” ક્લિક કરવાનું રહશે.
- આ અરજી માં જો કોઈ પણ જાતનો સુધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહશે.
- અને જો માહિતી સંપૂણ પણે સાચી હોય તો Confirm Application પર ક્લિક કરવું.
- આ અરજી સંપૂણ પણે કન્ફર્મ થય ગયા બાદ તમારી ઓનલાઈન એપ્લીકેશન નો નંબર આવશે.
- આ અરજી નંબર ના આધારે Print Application પર ક્લિક કરી ને પ્રિન્ટ કરવાની રહશે.
નાના પાયાની લોન યોજનામાં અરજી કન્ફર્મ થય ગયા પછી ની પ્રક્રિયા.
આયોજનાની ઓનલાઈન અરજી ની પ્રક્રિયા કર્યા બાદ અરજી નું વેરીફીકેસન જીલ્લા કચેરી ખાતે થાય છે.
લાભાર્થી ની અરજીની વેરીફીકેસન થયા બાદ પસંદગી પામેલા લાભાર્થી એ જીલ્લા કચેરી ખાતે રૂબરૂ હાજર થવાનું હોય છે. જ્યાં લાભાર્થીએ નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના હોય છે.
- લાભાર્થી એ અગાઉ કોઈ સરકારી એજન્સી આગળથી સહાય મેળવેલ નથી તે અંગેનું સોગંદનામું.
- અરજદાર ના રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડ ની પ્રમાણિત કરેલી ઝેરોક્ષ
- અરજદાર ના બેંક એકાઉન્ટ ની પોસ્ટ ચેક
- બેંકમાં કોઈ પણ પ્રકારનું લેનું બાકી નથી , તે અંગેનું No Due સર્ટીફીકેટ
- રેવન્યુ સ્ટેમ્પ નંગ – ૮
- વ્યવસાય ને અનુરૂપ સાધન સામગ્રી ની જરૂરીયાત મુજબ GST નંબર ધરાવતા ડીલર નું કોટેસન
- વ્યવસાય સ્થળ નો પુરાવો જો દુકાન ભાડા ઉપર હોય તો તેનો પુરાવો અથવા માલિકીની હોય તો તેનો પુરાવો
FAQ’S Small Business Loan Subsidy
1) નાના પાયાની લોન યોજના કોણ એપ્લાય કરી શકે છે.
» આ યોજના માટે અનુસુચિત જાતી માં આવતા બેરોજગાર લોકો એપ્લાય કરી શકે છે.
2) નાના પાયાની લોન ક્યાં વિભાગ દ્વારા ચલાવવા માં આવી રહી છે?
» આ યોજના ગુજરાત ના અનુસુચિત જાતી વિકાસ નિગમ દદ્વારા નાના પાયાના વ્ય્વ્શાય માટે ચલાવવામાં આવે છે.
3) નાના પાયાની લોન યોજના હેઠળ મળવાપાત્ર લોન ની રકમ કેટલી હોય છે?
» નાના પાયાની લોન યોજના હેઠળ મળવવાપાત્ર લોનની રકમ ૧,૦૦,૦૦૦ સુધી ની હોય છે.જેમાં સરકાર દ્વારા ૯૫,૦૦૦ આપવા માં આવે છે. અને બાકી ના ૫,૦૦૦ લાભાર્થી દ્વારા ચુકવવા માં આવે છે.
4) small business સહાય લોન માટે ના ફોર્મ ક્યાં પોર્ટલ પર ભરવાના હોય છે?
» આ યોજનાના ફોર્મ GSCDC ONLINE PORTAL પર ભરવાના હોય છે.
5) નાના પાયાની લોન યોજના હેઠળ વ્યાજદર કેટલો છે?
» નાના પાયાની લોન યોજના નો વ્યાજદર ૩% જેટલો હોય છે.