ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બેઠું ત્યારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ જેવા જિલ્લામાં તો સિઝનનો 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે હજુ મેઘરાજા ખમૈયા કરી રહ્યા નથી. સિઝનનો જોઈએ તેના કરતાં વધારે વરસાદના કારણે હવે ગુજરાતીઓ મેઘવિરામની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત શરુ છે. ત્યારે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જોકે, અન્ય વિસ્તારમાં વરસાદની તિવ્રતામાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, સામાન્ય વરસાદી ઝાપટાં હજુ પણ યથાવત છે. અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના કૃષિપાકને ભારે નુકસાન પણ નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી,માં ભારેથી અતિભારે વરસાદ થશે તેમજ સુરત, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 331.8 mm વરસાદ નોંધાવો જોઈએ તેના બદલે 619.5 mm વરસાદ નોધાયો છે. એટલે કે 87 ટકા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો 176.6 mm વરસાદ નોંધાવો જોઈએ. તેના બદલે 620.7 mm વરસાદ નોધાયો છે. એટલે કચ્છમાં પણ 251 ટકા વધારે વરસાદ થયો છે.
નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પહેલા અનુમાન જાહેર કર્યુ હતુ કે 27 પછી ફરી વરસાદનુ જોર વધશે. જો કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જો કે હજુ વરસાદનુ જોર ધીમેધીમે વધશે તેવી સંભાવના છે. આ સાથે ઓગસ્ટ મહિનાના પહેલાં સપ્તાહમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઓગસ્ટમાં એક પછી એક સિસ્ટમ આવશે જેના કારણે બેક ટુ બેક વરસાદનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.