Gujarat Weather Update:- ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે તેની સ્પષ્ટ સ્થિતિ જોવા મળી રહી નથી. આવી સ્થિતિમાં ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર કેરળ રાજ્યમાં ચાર જૂન નહીં પરંતુ હવે છ જૂનના રોજ ચોમાસુ બેસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ત્યાર બાદ જ આપણા ગુજરાત રાજ્યમાં ચોમાસું ક્યારે બેસશે તેની સ્પષ્ટતા થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું જોવા મળી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું ખુબજ ધીમી ગતિ થી કેરળ રાજ્ય તરફ આગળ વધી રહ્યુ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, હાલ સુધી ચામાસું સ્થિર જોવા મળી રહ્યું હતું પરંતુ હવે અનુકૂળ વાતાવરણ ને લીધે તે આગળ વધી રહ્યું છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર, નૈઋત્વનું ચોમાસું એ જો કેરળ રાજ્યમાં મોડું બેસે તો અનેક લોકો એવું માની બેસતા હોય છે કે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસુ મોડું જ બેસસે. પરંતુ એવું ખરેખર હોતું નથી. જો અરબ સાગરમાં કોઇ પણ જાતનો ફેરફાર જોવા મળી તો ચોમાસાની ગતી વિધિઓ પર પણ ફેરફાર ફેરફાર જોવા મળી શકે છે. તેઓએ જણાવ્યું કે જો ઝડપથી ચોમાસું આગળ વધે તો તારીખ 19 અથવા તારીખ 20 જૂનના રોજ ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.