You are currently viewing 18 માર્ચ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં

18 માર્ચ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં

Gujarat Rain Forecast : ગુજરાતના વાતાવરણ પર સાક્લોનિક સરક્યુલેશનની અસર જોવા મળી રહી છે. વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. ગઈકાલે ના રોજ પણ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે આવનારા 5 દિવસ વાતાવરણ યથાવત રહી શકે છે.




થંડર સ્ટોમ ની એક્ટિવિટી થઈ શકે છે. જેના લીધે ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દરિયાઈ કાઢના વિસ્તારો જેવાકે પોરબંદરમાં હિટવેવ રહી શકે છે..

હવામાન ખાતાના સાયન્ટિસ વિજીનલાલે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવનારા 5 દિવસ થન્ડર સ્ટોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પાડવાની સંભાવનાઓ રહેલી છે. 16 અને 17 માર્ચના રોજ પણ સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે.

આજે પોરબંદર વિસ્તારમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે અને બીજા જિલ્લાઓમાં થન્ડર સ્ટોમ સાથે સામાન્ય વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.

14 માર્ચેના રોજ ભરૂચ , સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે..




15 માર્ચેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ , વલસાડ, દમણ, દાદરાનગર કચ્છ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના અમુક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

16 માર્ચેના રોજ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ ની આગાહી કરવામાં આવી છે.

17 માર્ચેના રોજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, મહીસાગર, મહેસાણા, છોટા ઉદેપુર, ડાંગ,નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ દાદર નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ માં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.




18 માર્ચેના રોજ દાહોદ, તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે રોજ સવારના અમદાવાદ ના અનેક વિસ્તારો માં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદની આગાહી ની સાથે ખેડૂતોને પણ આદેશ આપવામાં આવી છે કે જે પણ પાક તૈયાર થઇ ગયો છે તેને યોગ્ય જગ્યા પર રાખવો.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply